રાજકોટમાં અસામાજિક તત્વોનો આતંક: ધોળાદિવસે લુખ્ખાગીરીનો વિડિયો વાયરલ, હાથમાં તલવાર-ધોકો લઈને સોસાયટીને બાનમાં લીધી

રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની (Rajkot) સ્થિતિ કથળી ગઈ હોય તે એક બાદ એક અસામાજિક તત્વોના આતંકના બનાવ સામે આવી રહ્યા છે. રાધે કૃષ્ણ સોસાયટીમાં માફિયાઓના આતંકનો બનાવ હજુ શમ્યો નથી ત્યાં વધુ બે બનાવ રાજકોટ શહેરમાં બન્યા હોવાનું સામે આવ્યું છે. રાજકોટ શહેરના પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશન (Pradhyuman nagar Police Station) વિસ્તારમાં કારચાલક અને તેના મિત્રો દ્વારા વેપારીને માર મારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. જ્યારે કે અન્ય ઘટના વોર્ડ નંબર 12 માં આવેલા વાવડી વિસ્તારમાં શક્તિ નગર સોસાયટીમાં (Shaktinagar Society viral Video Rajkot) અસામાજિક તત્વોનો ત્રાસ ફેલાયો હોવાનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

ઘટના નંબર 1 : 20મી તારીખ ના રોજ રાત્રિના આઠ વાગ્યા આસપાસ પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા રેલ નગર ગંગોત્રી પાર્કમાં કાર પાર્કિંગ મામલે વેપારી અને કાર ચાલક વચ્ચે સામાન્ય બોલાચાલી થઇ હતી. સામાન્ય બોલાચાલીમાં કારચાલક ઉશ્કેરાઈ જતા કારચાલક તેમજ તેના મિત્રો દ્વારા વેપારીને માર મારવામાં આવ્યો હતો. સમગ્ર ઘટના સીસીટીવી ફુટેજમાં કેદ થવા પામતા હાલ સોશિયલ મીડિયામાં સીસીટીવી વાઇરલ થયા છે

સમગ્ર ઘટના અંગે વેપારી દ્વારા પ્રદ્યુમન નગર પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. વેપારી દ્વારા પ્રદ્યુમન નગર પોલીસ મથકના સ્ટાફને સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ આપવામાં આવ્યા છે. ત્યારે પોલીસ દ્વારા સમગ્ર મામલે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરી કરવામાં આવી છે.

રાજકોટમાં સતત કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડી રહી છે તે બાબતનો વધુ એક પુરાવો વોર્ડ નંબર 12 ના વાવડી વિસ્તારમાં સામે આવ્યો છે. રાધાકૃષ્ણ સોસાયટી બાદ શક્તિનગર સોસાયટીમાં પણ અસામાજિક તત્વોનો ત્રાસ વર્તાય રહ્યો હોય તે પ્રકારનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વીડિયોમાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે કે કઇ રીતે લુખ્ખા તત્વો મહિલાઓ સાથે ગાળાગાળી કરી જાહેરમાં તલવાર તેમજ બેઝબોલના ધોકા સાથે ફરી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વાયરલ થયેલ વિડિયો મામલે હાલ પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે. ત્યારે બંને ઘટનામાં આરોપીઓ ક્યારે જેલના સળિયા પાછળ જાય છે તે જોવું અતિ મહત્ત્વનું બની રહેશે. જે મુજબ એક બાદ એક રાજકોટ શહેરમાં અસામાજીક તત્વોના આતંકી ઘટના સામે આવી રહી છે. તે જોતાં રાજકોટ શહેર પોલીસે કડક હાથે લુખ્ખા તત્વોને કાયદાનું ભાન કરાવવું પડશે તે જણાઈ રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો