રાજકોટમાં બે મિત્રોના આપઘાતની રૂવાંડા ઊભા કરી નાખતી ઘટના! પરિવારે વ્હાલસોયા ગુમાવ્યા
વર્ષ 1991માં સોદાગર નામની બોલિવૂડની સુપરડુપર હિટ ફિલ્મ આવી હતી. આ ફિલ્મમાં દિલીપકુમાર વીરુના રોલમાં હતા જ્યારે કે રાજકુમાર રાજેશ્વર સિંઘના રોલમાં હતા. આ ફિલ્મમાં મનીષા કોઈરાલા રાધા નામનું પાત્ર ભજવ્યું હતું જ્યારે કે વિવેક નામના અભિનેતાએ વસુ નામનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મ દિલીપકુમાર રાજકુમાર દ્વારા યોજવામાં આવેલ પાત્રોના કારણે પણ હિટ રહી હતી. તો સાથે જ ફિલ્મમાં જે ગીતો દર્શાવવામાં આવ્યા હતા તે ગીતોના કારણે પણ આ ફિલ્મ હિટ રહી હતી. ત્યારે રાજકોટ શહેરમાં યારી દોસ્તી (Friendship) પરનો આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જે અંતર્ગત રાજકોટ (Rajkot Friends Suicide) શહેરમાં રહેતા બે મિત્રોએ એક સાથે મોતને વહાલું કર્યું હોવાનું સામે આવ્યું છે, ત્યારે આ કારણોસર બંને મિત્રોએ સજોડે ઝેર પીવાનો વારો આવ્યો છે. તેમજ શા માટે આ બંને યુવાનોએ આ પ્રકારનું પગલું ભર્યું છે. તે અંગે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
દિશાંત ઘરે આવ્યો મોઢામાંથી ફીણ નીકળવા લાગ્યા
પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના કુવાડવા રોડ પર આવેલ ડી માર્ટ ના પાછળના ભાગમાં આવેલી ટાઉનશીપમાં રહેતો દિશાંત (Dishant) બહારથી ઘરે આવી સીધું જ સેટી પર સુઈ ગયો હતો ત્યારબાદ તેના મોઢામાંથી સફેદ ફીણ નિકળતા જોઇ પિતા અરજણભાઈ અને માતા નીરૂબેન તેમજ અન્ય સગા-સંબંધીઓ હતપ્રભ થઇ ગયા હતા.
ત્યારે તાત્કાલિક અસરથી રીક્ષા મારફતે પોતાના 16 વર્ષીય દીકરાને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. રિક્ષામાં હોસ્પિટલ લઈ જતા સમયે પિતાએ અનેક વખત સવાલો પૂછ્યા હતા કે તને શું થયું છે શા કારણે તારી આ હાલત થઈ છે પરંતુ પુત્ર કંઈ પણ બોલી ન શક્યો. જ્યારે સિવિલ હોસ્પિટલમાં પહોંચતા તેના પુત્રને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
મોરબી રોડ પર શ્યામ રેતીના ઢગમાં પડેલો મળ્યો
બીજી તરફ મોરબી રોડ પર જૂના જકાત નાકા પાસે શ્યામ મેવાડા રેતીના ઢગલા પર બેભાન હાલતમાં પડયો હોવાની જાણ 108ને થઈ હતી. 108 ઇમરજન્સી સેવા સાથે જોડાયેલા કર્મીઓ દ્વારા તાત્કાલિક અસરથી યુવાનને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જોકે શ્રી હોસ્પિટલમાં આની સાથે જ તબીબો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. મૃતકનું નામ શ્યામ મેવાડા હોવાનું ખુલ્યું હતું.
આપઘાતની બે અલગ અલગ એન્ટ્રી કરાઈ
આપઘાતના બનાવની બે અલગ અલગ એન્ટ્રી હોસ્પિટલ ચોકીના સ્ટાફે નોંધાવતા બી ડિવિઝન પોલીસ દ્વારા જરૂરી પંચનામાની કાર્યવાહી કરવામાં આવી હતી તો સાથે જ પોસ્ટ મોર્ટમ કરાવતા બંનેના મોત માં ઝેરી દવા પીવાથી મૃત્યુ થયાનું પ્રાથમિક રિપોર્ટ સામે આવ્યો હતો.
દિશાંતા બે બહેનોનો એકનો એક ભાઈ હતો
મૃત્યુ પામનાર સગીર બે બહેન નો એક નો એક નાનો ભાઈ હોવાનું સામે આવ્યું છે. પોલીસની પૂછપરછમાં અરજણભાઈ જણાવ્યું છે કે, પુત્રને ઘરમાં કોઈ કંઈ પણ કહેતું ન્હોતું. તેની દિશાંત સાથે કેટલાય સમયથી મિત્રતા હતી. ક્યા કારણોસર બંને બાળકોએ આ પ્રકારનું પગલું ભર્યું છે તે બાબતની અમને જાણ નથી. ત્યારે બંને મિત્રોનાં પેઢી સંજોગોમાં આપઘાત કરી લીધાના બનાવ સામે આવતા બી ડિવિઝન પોલીસ દ્વારા બંને મિત્રો ના મોબાઇલ ફોનની કોલ ડીટેઇલ કઢાવવામાં આવી છે. તેમજ આ બંને ખરેખર કઈ જગ્યાએ ભેગા થયા હતા બંને એક જ સ્થળે દવા પીધી હતી કે કેમ? તે સહિતની બાબતો અંગે ખરાઈ કરવા માટે ઘટનાસ્થળ તેમજ તેની આસપાસના સીસીટીવી ફૂટેજ પણ ચેક કરવામાં આવી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..