રાજકોટની કરૂણ ઘટના: 100 દિવસથી પિતા છે કોમામાં, તેને ખબર નથી કે ઘરે પુત્રનો જન્મ થયો છે, પુત્રી રોજ પિતાને ઉઠાડવાનો કરે છે પ્રયાસ
કોરોનાએ આમ તો ઘણા લોકોના જીવ લીધા. કોઈના માતા-પિતા તો કોઈના ભાઈ-બહેન. અનેક ઘરો જાણેકે બેઘર થઈ ગયા હોય તેવો કપરો સમય લોકોએ જોયો છે, પણ રાજકોટનો એક પરિવાર એવો છે કે, જ્યાં બે નાના બાળકોના પિતા કોમામાં જતા રહ્યા છે. જેના પર ઘરની જવાબદારી હતી તેજ ઘરના મોભી અને પ્રોફેસર છેલ્લા 100 દિવસથી કોમામાં જતા જાણે કે પરિવાર પર આફતનો આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
આ આંસુ કોરોના કાળની કપરી સ્થિતિથી વાકેફ કરાવે છે કે, ભલે કોરોનાના કેસ ઓછા થયા છે પણ કોરોના તેની અસર છોડતો ગયો છે. રાજકોટના એક પરિવારની આંખોમાં છેલ્લા 4 મહિનાથી આંસુ છે અને રાંધેલા ધાન રોજ રઝળી રહ્યાં છે. છેલ્લા 100 દિવસથી પરિવારમાં કોઈ ઊંઘી નથી શક્તું. આ વેદનાનું કારણ છે, 4 મહિનાથી કોમામાં સરી પડેલા યુવાન પ્રોફેસર. કોરોના બાદ પ્રોફેસર કોમામાં જતા રહ્યા બાદ હજુ બહાર નથી આવ્યા. સુખ-શાંતિથી જીવતો પરિવાર આર્થિક રીતે પણ ભાંગી પડ્યો છે.
રાજકોટના કોઠારિયા વિસ્તારમાં રહેતા 31 વર્ષીય પ્રોફેસર રાકેશ વઘાસિયાને એપ્રિલ માસમાં કોરોના થતાં હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં બીજા જ દિવસે વેન્ટિલેટર પર ખસેડવાની ફરજ પડી હતી. બાદમાં પ્રોફેસર કોમામાં ચાલ્યા ગયા હતા. પત્ની નમ્રતા પ્રેગ્નેટ હોવાથી પતિ કોમામાં હોવાની જાણ નહોતી કરાઈ. જોકે લગ્નની વર્ષગાંઠ આવતાં પત્ની પતિ પાસે ગઈ. અહીં પતિને કોમામાં જોતાં હૈયાફાટ રુદનનાં દ્દશ્યો સર્જાયાં હતાં.
આ દરમિયાન તેમણે પુત્રને જન્મ આપ્યો, પરંતુ જન્મદાતા પિતાને નથી ખબર કે તેના ઘરે પુત્ર રમી રહ્યો છે. 2 મહિના હોસ્પિટલમાં પોતાની તમામ મૂડી ખર્ચી, સગાં-સંબંધીઓની પણ મદદ લીધી. સારવાર માટે ઉધાર નાણાં લીધાં છતાં કોઈ સુધારો ન જણાતાં 2 મહિનાથી ઘરે સારવાર આપવામાં આવી રહી છે. રાજકોટ ઉપરાંત બેંગલુરુ, ચેન્નઈ તેમજ યુએસ સુધીના ડોક્ટરની સલાહ લેવાઈ છે. એમ છતાં આજે 4 મહિના બાદ પણ એની એ જ સ્થિતિ છે. આ મહિનાથી પગાર બંધ થઈ ગયો હોવાથી પરિવાર આર્થિક રીતે ભાંગી પડ્યો છે. એમાં હવે રાકેશ જ્યાં પ્રોફેસર તરીકે સેવા આપે છે એ સરકારી એવીપીટી કોલેજમાંથી અત્યાર સુધી અડધો પગાર આવતો હતો, પરંતુ આ મહિનાથી પગાર બંધ થઈ રહ્યો છે. ત્યારે જો કોઈ આર્થિક મદદ કરે અથવા ડોક્ટર આ સ્થિતિમાંથી બહાર લાવે તો પરિવારનો માળો વિખાતો બચી જાય તેમ છે.
કોમામાં રહેલા પુત્રને માતા રોજ ઉઠાડે છે, પરંતુ 4 મહિના થવા છતાં પુત્ર ઊઠતો નથી. માતા રોજ જમવા સમયે પુત્રને કહે છે, બેટા જમવા બેસી જા! 4 વર્ષની દીકરી પિતાથી દૂર નથી જતી અને કહે છે, પપ્પા હવે નહીં બોલો તો હું ક્યારેય નહીં બોલાવું. 3 મહિનાનો પુત્ર તેમના પેટ પર રમ્યા કરે છે. આ દૃશ્યો જોઈ પરિવાર આખો રોજ રડી પડે છે. છેલ્લા ચાર મહિનાથી વઘાસિયા પરિવારના અન્ય સભ્યો માટે કુદરત જ હવે એક સહારો રહ્યો છે.
માસૂમ દીકરી રોજ કહે છે, પપ્પા હવે તો તમે બોલો, આવી રમત ન કરો! આ સ્થિતિ જોઈ આખો પરિવાર આંસુ નથી રોકી શક્તો. કુદરત આટલે થી જ અટકી નથી જતો પણ જન્મદાતા પિતાને એ પણ ખબર નથી કે તેને ત્યાં પુત્ર જન્મ થયો છે. કોરોનની બીજી લહેરમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. અનેક પરિવારોના માળા વિખાય ગયા છે. કોઈએ તેમના ઘરનો આશરો જ છીનવી લીધો હોય તેવા કરૂણ કિસ્સાઓ ઘરે ઘરે જોવા મળી રાહયા છે. ત્યારે આવો સમય કદીય પરત આવે નહિ તેવીજ પ્રભુને પ્રાર્થના કરવામાં આવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..