આંધળા પ્રેમનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો: રાજકોટમાં ઇન્સ્ટાગ્રામથી સંપર્કમાં આવેલી સગીરા દસ જ દિવસમાં એક આંખે દ્રષ્ટીહિન પ્રેમી સાથે ભાગી

રાજકોટના શાપર વેરાવળના ચારેક માસથી આરોપી તથા ભોગ બનનાર મળી આવેલ ન હોય અને આ ગુન્હામા ભોગ બનનારનુ અપહરણ કોણે કર્યું તે અંગે કોઇ નામ નમુદ ન હોય જે કેસ અનડીટેક હોય જે કેસ પોલીસ અધિક્ષક બલરામ મીણાએ આ ગુન્હાની આગળની તપાસ એન્ટી હ્યુમન ટ્રાફીક શાખા રાજકોટ રૂરલને સોપવામાં આવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

નોડલ ઓફીસર પોલીસ ઇન્સ એ.આર.ગોહીલના માર્ગદર્શન હેઠળ AHTU શાખાના પીએસઆઇ ટી.એસ.રિઝવી તથા એએસઆઇ જગતભાઇ તેરૈયાએ ફરીથી આ તપાસના સાહેદોની પુછપરછ કરી હતી.

કોલ ડીટેઇલનો જીણવટપુર્વક અભ્યાસ કરી ભોગ બનનાર કોના સંપર્કમાં આવેલ તેવી વ્યકિતઓની શોધખોળ શરૂ કરેલ અને સઘન તપાસ હાથ ધરેલ જે આધારે ગણતરીના કલાકોમાં ભોગ બનનારની હકીકત મેળવી AHTU ટીમે આંબેડકરનગર રાજકોટ ખાતેથી તપાસ કરી આ કામે આરોપી સાગર વિનોદભાઇ પમાભાઇ ડાંગર ભોગ બનનાર સાથે શોધી કાઢી આગળની કાર્યવાહી હાથ ધારેલી છે.

અને તપાસ દ્વારા જાણવા મળેલ કે આ કામના આરોપીએ ભોગ બનનાર સાથે ઇન્સટાગ્રામથી સંપર્કમા આવી ફકત દસ જ દીવસમાં લલચાવી ફોસલાવી ભોગ બનનારનુ અપહરણ કરી ગયેલ હતો તેમજ આરોપી સાગર એક આંખે દ્રષ્ટિહીન છે.

આરોપી સાગર એક આંખે દ્રષ્ટિહીન હોવા છતાં સગીરા પ્રેમમાં પાગલ થઇ તેની સાથે ચાલી જઇ પ્રેમ આંધળો છે તે કહેવતને સાર્થક કરી હતી. શાપર-વેરાવળનો આ કિસ્સો પ્રવર્તમાન સ્થિતિમાં વાલીઓ માટે ચેતવણીરૂપ છે.

મહત્વનું છે કે શાપર-વેરાવળનો આ કિસ્સો પ્રવર્તમાન સ્થિતિમાં વાલીઓ માટે ચેતવણીરૂપ છે. ગણતરીના કલાકોમાં ભોગ બનનારની હકીકત મેળવી AHTU ટીમે આબેડકરનગર રાજકોટ ખાતેથી તપાસ કરી આ કામે આરોપી સાગર વિનોદભાઇ પમાભાઇ ડાંગર ભોગ બનનાર સાથે શોધી કાઢી આગળની કાર્યવાહી હાથ ધારી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો