રાજકોટમાં ટ્રાફિક પોલીસનો વધુ એક વિવાદ: દેશની રક્ષા કરનાર આર્મી જવાનને ટ્રાફિક પોલીસે લાફા માર્યા

રાજકોટ શહેરમાં ટ્રાફિક પોલીસનો વધુ એક ગેરવર્તન બનાવ સામે આવ્યો છે. જ્યાં પોલીસે આર્મીમેન સાથે ગેરવર્તન કર્યાનું સામે આવ્યું છે. જો કે પોલીસે આર્મીમેન પર ફરજ રુકાવટ ફરિયાદ દાખલ કરતા તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જેની સામે આર્મીમેનને માર મારવા અને મોબાઇલ ફોન તોડી દેવાની ફરિયાદ પોલીસે ન લેતા આર્મીમેને કોર્ટમાં અરજી દાખલ કરી ટ્રાફિક પીઆઇ પરમાર અને જમાદાર અલ્કા ટીલાવત સામે કાર્યવાહી કરવા માંગ કરી છે.

પોલીસ સામે ફરિયાદ કરવા કોર્ટમાં અરજી દાખલ કરી
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના ઢેબર રોડ ચોક ખાતે ગત રવિવારને 21 તારીખના રોજ સવારના સમયે નાગાલેન્ડમાં ફરજ બજાવતા અને દિવાળી રજા દરમિયાન વતન રાજકોટમાં આવેલ આર્મીમેન નિલેશ માઢક સાથે પોલીસે ગેરવર્તન કરતા પોલીસે તેની સામે ફરજમાં રુકાવટ અંગે ફરિયાદ નોંધી હતી જો કે તેની સામે આર્મીમેને પણ મોબાઇલ તોડી અને તેમને માર મારવા અંગે ફરિયાદ કરવા કહેતા પોલીસે તેની અરજી કે ફરિયાદ સ્વીકારી ન હતી. જેને લઇ આર્મી મેન કોર્ટના સરણે પહોંચ્યા છે અને પોલીસ સામે ફરિયાદ કરવા કોર્ટમાં અરજી દાખલ કરી છે.

ટ્રાફિક પોલીસ પરમારે લાફા માર્યા
આર્મીમેન નિલેશ માઢકે જણાવ્યું હતું કે, તે પોતે તેમના દીકરા સાથે જતા હતા આ દરમિયાન ઢેબર રોડ ચોક ખાતે ટ્રાફિક વોર્ડને તેમને અટકાવ્યા હતા અને ટ્રાફિક જમાદાર અલકાબેન ટીલાવત ઓનલાઇન મેમો આપવાનું કહી દંડ માંગ્યો હતો જેનો વિડીયો ઉતારતા તેઓનો મોબાઈલ ફોન તોડી એ ડિવિઝન પોલીસ સ્ટેશન લઇ જઈ ત્યાં ટ્રાફિક પોલીસ ઇન્સ્પેકટર પરમાર લાફા માર્યા હતા. આર્મીમેનની ઓળખ આપવા છતાં મારી સાથે ગેરવર્તન કર્યું હતું.

આર્મીમેન વિરુધ્ધ ફરજ રુકાવટ અંગે ફરિયાદ નોંધાવી
ઉલ્લેખનીય છે કે આ બનાવ અંગે રવિવારના રોજ ટ્રાફિક જમાદાર અલ્કાબેન ટીલાવતએ આર્મીમેન વિરુધ્ધ ફરજ રુકાવટ અંગે ફરિયાદ નોંધાવી આર્મીમેને માર માર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ કર્યો હતો જો કે આર્મીમેને માર ન માર્યાનું કહી સ્વબચાવ કરતો હતો તેવું જણાવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો