‘હવે કાઈ ભેગું થાય એમ નથી, હું આપઘાત કરું છું’ તેવો મેસેજ લખી રાજકોટના યુવકે ગટગટાવી ઝેરી દવા, મિત્રને રૂ.20 લાખ ઉછીના આપ્યા હતા

રાજકોટ શહેરના સાધુ વાસવાણી રોડ ઉપર રહેતા સ્ટુડિયો સંચાલકે મુંજકામાં પોતાની દુકાને જઈ ‘હવે કાઈ ભેગું થાય તેમ નથી’ લખી બપોરના સમયે મિત્રને મેસેજ કરી તેમજ એક સ્યુસાઇડ નોટ લખી હતી. જેમાં મિત્રને આપેલા 20 લાખ પરત નહી મળતા આ પગલું ભરું છું તેવો ઉલ્લેખ કરી ઝેરી દવા પી લેતા ગંભીર હાલતમાં હોસ્પીટલે ખસેડાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

રાજકોટ શહેરના સાધુ વાસવાણી રોડ ઉપર રહેતો અને મુંજકામાં સ્ટુડિયો ધરાવતા અભિષેક દીપકભાઈ કામલીયા (ઉ.26) નામના યુવાને ગઇકાલે બપોરે તેના મિત્રને મેસેજ કર્યો હતો જેમાં ‘મેં દુકાને આપઘાત કરી લીધો છે હવે કાઈ ભેગું થાય તેમ નથી’ તેવું કહી ઝેરી દવા પી લીધી હતી. આ મેસેજ મિત્રને બે કલાક પછી જોયા બાદ દુકાને આવી અભિષેકને 108 મારફ્તે ખાનગી હોસ્પીટલમાં ખસેડ્યો હતો. બનાવને પગલે યુનિવર્સિટી પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો.

પોલીસે તપાસ કરતા આ પગલું ભરતા પહેલા યુવકે લખેલી એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી હતી. જેમાં તેણે લખ્યું હતું કે, મેં ત્રણેક વર્ષ પૂર્વે મારા મિત્ર સિદ્ધરાજ ભુપતભાઈ સાકરિયાને મિત્રતાના દાવે ઉછીના પૈસા આપ્યા હતા ત્યારબાદ તેના પરિવારને પૂછતાં તેના પિતા ભુપતભાઈએ સિદ્ધરાજ ઉપર દેણું થઇ ગયું છે છ મહિના માટે પૈસાની જરૂર છે તેમ કહી રૂ.20 લાખ માંગતા જુદા જુદા મિત્રો પાસેથી ઉછીના લઈને મેં આપ્યા હતા પરંતુ પૈસા પરત માંગતા ધમકીઓ આપતા હતા મેં થોડા ઘણા પૈસા ચૂકવી દીધા છે પણ હવે વધુ ચૂકવી શકું તેમ નહી હોવાથી આ પગલું ભરું છું.

આ સાથે યુવાન ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલની અંદર ICU વોર્ડમાં બેભાન હાલતમાં દાખલ હોય જેથી પોલીસ નિવેદન નોંધવા પહોચી તે સમયે નિવેદન નોંધી શકાયું નથી. ત્યારે હવે યુવક ભાનમાં આવ્યા બાદ પોલીસ દ્વારા નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરશે

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો