રાજકોટમાં બાળક સાથે ત્રણ સવારી જતા દંપતીને પોલીસે ટ્રીપલ સવારીનો દંડ ફટકારતાં મહિલાએ પોલીસને ઉધડો લીધો

રાજકોટમાં પોલીસે એક બાઈક પર ત્રણ સવારી જતા દંપતીને અટકાવતા એક મહિલા રણચંડી બની હતી. આ મહિલાએ પોલીસનો ઉધડો લીધો હતો. આ બાબતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. મહિલાએ પોલીસને કહ્યું હતું કે, એક બાઈક પર માતા-પિતા અને બાળક જાય તો દંડ લેવાનો આ નિયમ ક્યારે આવ્યો.

આશા પટેલ નામની મહિલાએ જણાવ્યું હતું કે, આ રાજકોટ કોઠારીયા ગામ પોલીસ સ્ટેશન પર એક બાઈકમાં ત્રણ સવારી પર બાળકોને બેસાડવા હોય તો દંડ લેવામાં આવે છે. એટલે હું રાજ્યમંત્રી હર્ષ સંઘવીને કહું છું કે, તમે અમને સપોર્ટ આપો અમારે બાળકોને ત્રણ સવારી જવું હોય તો શું કરવાનું. પોલીસ દંડ લે તો અમારે ક્યાં જવાનું. અમે તમને સાથ અને સહકાર આપીશું પરંતુ જ્યાં અન્યાય થતો હશે ત્યાં અમે બોલીશું. દાદા તેની સાથે છોકરાને લઈને જતા હતા અને અમારા સેવાવાળા લોકો પણ બાળકોને લઈને જતા હતા અને આ લોકો એમ કહે છે કે દંડ લાવો. નેતાઓની રેલીમાં હજારો લોકો હોય તો શું કરવું. નેતાની રેલીમાં એક હજાર માણસો આ બધું કંઈ નથી નળતું. માણસને લૂંટવામાં જ બધું નડે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

તેમને વધુમાં જણાવ્યું હતું કે, ત્રણ સવારી જતા હોય અને છોકરા પેદા થયા હોય તો અમારે ક્યાં મૂકવા જવા. શું એમને રિક્ષામાં લઈ જવા. હવે હદ થઈ ગઈ છે અને આ બધું સરકાર બંધ કરે. સરકાર પોલીસને કડક કરે છે પરંતુ અહીંયા પોલીસ અમને હેરાન કરે છે. જ્યારે બાળકોને લઈને જમાડવા માટે જતા હતા અને આ બાળક ગાડીમાં બેઠો હતો ત્યારે અમને કહ્યું કે તમે ત્રણ સવારી છો ત્રણ સવારીના નામે લૂંટવાના, માસ્કના નામે લૂંટવાના. એમ કરો ઘરમાંથી જ પૈસા લઈ જાવ, તમારે જોઈએ તો પૈસા લઈ જાવ. પોલીસ સ્ટેશનના પેટ ના ભરાતા હોય તો પણ અમારા ઘરમાંથી પૈસા લઈ જાવ. સંઘવી સાહેબે કહ્યું છે કે, કોઈ પોલીસ ખોટી રીતે હેરાન કરે તો એનો વીડિયો અમને મોકલજો. આ અમારી સામાજિક કાર્યકર્તા તરીકે ફરજ છે.

મહિલાએ વધુમાં જણાવ્યું હતું કે, આ પોલીસવાળા શૈલેષ સાહેબ એવું કહે છે કે નાના બાળકોનો પણ દંડ લેવાનો. તમે બસમાં જાવ છો તો ટીકીટ લો છો ને. કેવી રીતે લૂંટવાના વાહ ભાઈ વાહ જનતાને લૂંટવા ના કામ પણ ખૂબ સારા કર્યા છે. પેટ ન ભરાતા હોય તો જનતાને સાવ લૂંટી જોઈ લેજો. મોદી સાહેબ સારું કરે છે પરંતુ આ વચેટિયા અધિકારીઓએ તો જનતાની પથારી ફેરવી છે.

તેમને વધુમાં જણાવ્યું હતું કે, દિવાળી પર છોકરાના કપડાં લેવા લઈ જતા હોય છે, અમે બાળકોને જમાડવા માટે જઈએ છીએ. તમારે જ્યારે હોય ત્યારે આવું બધું જનતાને જ કરવાનું. ભૂપેન્દ્ર પટેલ સારું કામ કરે છે. બધું સારી રીતે ચાલે છે તો અત્યારે વચેટિયા આ બધું કરે છે. કોઠારીયા રોડ પોલીસ સ્ટેશન પર હું અંદર પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબને મળવા માટે ગઈ હતી પરંતુ તે અત્યારે ઓફિસમાં ન હતા.

મહિલાએ વધુમાં જણાવ્યું હતું કે, તમે અમારા સાહેબ નથી તમે અમારા નોકર છો. જનતાના પૈસાથી તમે બધા નોકરી કરો છો. અમારા ટેક્સના પૈસે તમે નોકરી કરો છો. ઘરમાં કોઈને કંઈ વધવા દીધું નથી. અમે અત્યારે બધાની પરિસ્થિતિ જોઈએ છીએ. હર્ષ સંઘવીને હું કહું છું કે, આ વચેટિયાઓને જલ્દી કાબૂમાં લો. તમે ખૂબ સારું કરો છો અને આ વચેટિયા બાળકોના નામે ઉભા રાખે છે. આવો નિયમ ક્યારે આવ્યો કે, એક બાઈક માતા-પિતા અને બાળક હોય તો દંડ કરવાનો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો