રાજકોટમાં શરમજનક ઘટના આવી સામે, 25 વર્ષના યુવાને 13 વર્ષની સગીરાનું અપહરણ કરી હોટલમાં જઈ આચર્યું દુષ્કર્મ

પ્રેમ આંધળો હોઈ છે તેને સાબિત કરતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ શહેરમા (Rajkot news) 25 વર્ષના મહેશે 13 વર્ષની પરપ્રાંતિય બાળાને પોતોની પ્રેમ જાળમના ફસાવી તેનુ અપહરણ કરી તેના સાથે શારિરીક સંબંધ (Physical relationship) બાંધ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. સમગ્ર મામલે યુનિવર્સિટી પોલીસ મથકમા આરોપી મહેશ જેઠાભાઈ ચાવડા વિરુધ્ધ આઈપીસીની કલમ 376,363,366 તેમજ પોક્સો એકટની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તેમજ આરોપીના મેડિકલ ચેક અપ કરાવવા સહિતની પ્રક્રિયા તપાસનીશ અધિકારી જે.ડી. ઝાલા અને તેની ટીમ દ્વારા કરવામા આવી રહી હોવાનુ જાણવા મળી રહ્યુ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર યુનિવર્સિટી પોલીસને આપવામા આવેલી ફરિયાદમા પરપ્રાંતિય યુવાને જણાવ્યુ છે કે, અમે કુલ છ ભાઈ બહેન છે. હુ તેમજ મારા કુટુંબીજનો રાજકોટ શહેર તેમજ આસપાસના વિસ્તારમા મજુરી કામ કરી પોતાનુ તેમજ પરિવારજનોનુ ગુજરાન ચલાવીએ છીએ. ગત 20 ફેબ્રુઆરીના રોજ હુ અને મારી પત્ની એક ઓરડીમા સુતા હતા.

બિજી ઓરડીમા મારી 13 વર્ષની બહેન સહિતના લોકો સુતા હતા. સવારે જાગી ને જોતા 13 વર્ષની બહેન ઓરડીમા જોવા નહોતી મળી. જેના કારણે મે અને મારી પત્નીએ અન્ય પરિવારજનો ને 13 વર્ષની બહેન બાબતે પુછપરછ કરી હતી. જો કે, તેનો ક્યાંય પતો ન લાગતા અમે વાજડીના ઈંટુનો ભઠ્ઠાવાળા મહેશ ચાવડાને ત્યા ગયા હતા. જ્યા તે સ્થળ પર હાજર જોવા નહોતો મળ્યો.

જેથી મને તેમજ મારા પરિવારને ઈંટુના ભઠ્ઠાવાળો મહેશ ચાવડા ભગાડી ગયો હોઈ તેવુ લાગતા અમે તમામ લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. દરમિયાન 3 માર્ચ ના રોજ અમને જાણ થઈ હતી કે, મારી બહેનને મહેશ જ ભગાડી ને લઈ ગયો હતો. જે મારી બહેનને લઈ પોલીસ સ્ટેશને આવે છે. જેના કારણે અમે બધા પણ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા.

સમગ્ર મામલે મારી બહેને મને કહ્યુ હતુ કે, મહેશ મને બહુ ગમે છે. અમે બંને એક બિજાને ત્રણ મહિના પુર્વે રુબરુ મળ્યા હતા. અમે બંને એક બિજાને પ્રેમ કરતા હોઈ જેના કારણે એકાદ મહિના પુર્વે મળ્યા હતા. ત્યારે પણ અમારી બંને વચ્ચે શારિરીક સંબંધ બંધાયો હતો. બાદમા હુ અને મહેશ ચોટીલા ગયા હતા. જ્યા હોટલમા અમે બંને રોકાયા હતા. ત્યાં પણ અમારા બંને વચ્ચે શારારીક સંબંધ બંધાયા હતા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો