ઉપવાસમાં વપરાતો રાજગરો છે અનેક બીમારીઓમા ‘ઔષધ’, તેના સ્વાસ્થ્યવર્ધક ફાયદા જાણો અને શેર કરો
રાજગરાનો (Rajgira) આપણે વર્ષોથી ઉપવાસમાં વધારે ઉપયોગ કરતા હોઇએ છીએ. પરંતુ છેલ્લા કેટલાક સમયથી રાજગરાના સ્વાસ્થ્ય માટેનાં ફાયદાને ધ્યાનમાં રાખીને રોજબરોજનાં જીવનમાં પણ તેનો ઉપયોગ વધાર્યો છે. રાજગરામાંથી પ્રોટીન, વિટામિન સી, ઈ, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ અને એન્ટીઓક્સિડેન્ટ્સ ભરપૂર પ્રમાણમાં મળી રહે છે. સપ્તાહમાં માત્ર એકવાર રાજગરાને આહારમાં ઉમેરવાથી સ્વાસ્થ્યને ઘણાં લાભ મળે છે
રાજગરો હિમોગ્લોબીનની માત્રા વધારવામાં મદદરૂપ છે. રાજગરાના અન્ય ફાયદાની વાત કરી તો તે વિટામિનની ઊણપને દૂર કરીને આંખોને પણ સ્વસ્થ રાખે છે. આ ઉપરાંત આ હૃદયરોગના દર્દીઓ માટે ઉપયોગી છે. હરસ-મસા, ખરજવું, પેટની ચૂંક અને પેશાબની ઓછપની તકલીફમાં રાજગરો ઔષધ જેવું કામ કરે છે.
રાજગરાનું રોજ સેવન કરવાથી શ્વસનમાર્ગના ચેપ, વારંવાર થતી શરદી સામે રક્ષણ મળે છે. રાજગરાના પાનના કાચા રસનું સેવન કરવાથી ખરતાં વાળની સમસ્યા દૂર થાય છે અને નવા વાળ આવે છે. રાજગરાનું નિયમિત સેવન વૃદ્ધત્વની પ્રક્રિયાને ધીમી પાડે છે.
રાજગરાનો લાડુ બનાવીને તમે રોજ ખાઇ શકો છો. તો તેના માટેની રીત જોઇએ. સામગ્રી- 1 વાટકી રાજગરો, 1 વાટકી ગોળ, 2 ચમચી ઘી. સૌ પ્રથમ એક જાડી કઢાઈ લો ને તેને ગેસ પર ગરમ મૂકો. તેમાં એક મૂઠી રાજગરો નાખી કપડાથી હળવા હાથે દબાવો. રાજગરાની ધાણી ફૂટી જશે પછી એ ધાણીને એક બીજા વાસણમાં કાઢી, આમ બધા જ રાજગરાની ધાણી ફોડો. હવે એક કઢાઈમાં ઘી લઈ તેમાં ગોળ નાખી ઓગાળો. ગોળ ઓગળે પછી 1 મિનિટ જ હલાવવું અને રાજગરાની ધાણી નાખી હલાવવું. બધુ મિક્સ કરી એક થાળીમાં કાઢી, હથેળીમાં થોડૂંક પાણી લગાવીને મિશ્રણમાંથી લાડુ બનાવી લો. તો તૈયાર છે રાજગરાના લાડું.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..