ACBના હાથે લાંચ લેતી પકડાયેલી ઇન્સ્પેક્ટર બોલી- મારા એકલા માટે નથી, ઉપર સુધી આપવાના છે
જયપુર: મેડિકલ સ્ટોરની તપાસ ન કરવા માટે લાંચ લેનારી ડ્રગ ઇન્સ્પેક્ટર સિંધુ કુમારીને એન્ટિ કરપ્શન બ્યૂરો (ACB)એ રંગે હાથ પકડી છે. આરોપી ડ્રગ ઇન્સ્પેક્ટરે પૂછપરછમાં જણાવ્યું કે પૈસા ઉપર સુધી આપવા પડે છે નહીં તો બદલી થઈ જાય છે. આ ખુલાસા બાદ ACBના અધિકારી લાંચ લેવામાં સામેલ ડિપાર્ટમેન્ટના અન્ય અધિકારીઓના નામ જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ACBના જણાવ્યા મુજબ 10 દિવસ અગાઉ એક મેડિકલ શોપના સંચાલકે સિંધુ કુમારી વિરુદ્ધ ફરિયાદ આપી હતી.
તેણે ACBને જણાવ્યું કે ડ્રગ ઇન્સ્પેક્ટર બળજબરીપૂર્વક 10 હજાર રૂપિયા માગી રહી છે. હવે શોપ સંચાલક બોલ્યો મેડમ રેટ 5 હજાર રૂપિયાની છે તો સિંધુ બોલી તારી દુકાન સારી ચાલે છે. તારી પાસે 10 હજાર રૂપિયા જ લઇશ. મેડિકલ શોપ સંચાલકે જણાવ્યું કે તે ડ્રગ ઇન્સ્પેક્ટરને પહેલા જ 5 હજાર રૂપિયા આપી ચૂક્યો હતો પરંતુ ઇન્સ્પેક્ટર તેને વધુ પૈસા આપવા માટે પરેશાન કરી રહી છે. શોપ સંચાલકે શુક્રવારે સિંધુ કુમારીને જયપુર બીટૂ બાઇપાસ પર એક રેસ્ટોરાંમાં આવવા માટે કહ્યું.
ત્યાં પહેલાથી જ ઉપસ્થિત ACBની ટીમે પૈસા લેતા જ સિંધુને ટ્રેપ કરી લીધી. સિંધુ કુમારી મૂળ બિહારની રહેવાસી છે. તપાસમાં સામે આવ્યું કે સિંધુના સર્કલમાં 500 મેડિકલ સ્ટોર છે. જે દવાઓને લઈને સ્પેસ સુધીની તપાસની જવાબદારી તેની છે. દરેક ત્રણ મહિનામાં તપાસ કરવામાં આવે છે. તપાસમાં સામે આવ્યું કે દરેક મેડિકલ સ્ટોર તપાસ ન કરવા માટે ત્રણ મહિનામાં 5 હજાર રૂપિયાની વસૂલી કરવામાં આવી રહી હતી. ACBની પૂછપરછમાં સિંધુ કુમારીએ ઉપર સુધી પૈસા આપવાની વાત કહી છે. હવે ACBની તપાસ ડિપાર્ટમેન્ટના એ અધિકારી સુધી પહોંચી શકે છે જેમની બાબતે સિંધુ કુમારી પાસેથી જાણકારી મળી છે. ACBને પહેલા પણ ડ્રગ ઇન્સ્પેક્ટર વિરુદ્ધ ફરિયાદો મળી હતી.
મેડિકલ શોપ સંચાલકે જણાવ્યું કે મેડિકલ સ્ટોરમાં સામાન્ય ડસ્ટ હોવા પર પણ ભારે દંડ લગાવવાની ધમકી આપવામાં આવતી હતી. મોટા ભાગના મેડિકલની દુકાનો સામેનો હિસ્સો ખુલ્લો હોય છે એવામાં સામાન્ય ડસ્ટ આવવો સ્વાભાવિક છે પરંતુ ડ્રગ ઇન્સ્પેક્ટર તેને હથિયારના રૂપમાં ઉપયોગ કરતી હતી. શેડ્યુલ H-1 પણ મેડિકલ સ્ટોર સંચાલકોને ડરાવવા અને વસૂલી કરવા માટેનું મોટું હથિયાર હોય છે. શેડ્યૂલ H-1 દવાઓની લાંબી લિસ્ટ હોય છે. આ દવાઓને ડૉક્ટરની પરચી વિના વેંચવી ગેરકાયદેસર હોય છે. તાવ, શરદી, ખાંસીની દવાઓ પણ શેડ્યૂલ H-1મા સામેલ છે. સામન્ય તાવ, શરદી-ખાંસી થવા પર લોકો સીધા મેડિકલ સ્ટોર પર દવા લેવા પહોંચી જાય છે. જો દુકાનદાર દવા વેંચે છે તો ડ્રગ ઇન્સ્પેક્ટર દુકાન સીઝ કરવાની ધમકી આપીને વસૂલી કરી લે છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..