અડધી રાત્રે બાથરૂમમાં જતી રહી ત્રણ વર્ષની બાળકી, જ્યારે મા-બાપની ઉંઘ ઉડી પછી જે જોયુ તે ચોંકાવનારુ હતું
મધ્યપ્રદેશના રાયસેનમાં ત્રણ વર્ષની બાળકીનું પાણીની ડોલમાં ડૂબી જવાથી મોત થયું છે. જે સમયે આ અકસ્માત સર્જાયો ત્યારે બાળકીના માતા-પિતા ઘરમાં સૂતા હતા અને તેમને આ ઘટનાની જાણકારી સવારે ઉઠ્યા બાદ ત્યારે મળી જ્યારે બાળકીને બેડ પર જોઇ નહીં.
પોલીસનું કહેવું છે કે સુરેન્દ્ર રઘુવંશી સફાઇ સામગ્રીના જથ્થાબંધ વેપારી છે. તેઓ પોતાની પત્ની અને ત્રણ વર્ષની દીકરી આદ્યાની સાથે મિસરોદમાં રહેતા હતા. શનિવાર સવારે જ્યારે પોતાની દીકરીને બેડરૂમમાં સૂતા હતા. કહેવાય છે કે બાળકીના માતા-પિતાની તબિયત ખરાબ હતી આથી દવા ખાઇને સૂતા હતા.
જ્યારે ઉંઘ ઉડી તો દીકરી બેડ પર નહોતી
બીજીબાજુ રાત્રે આદ્યા કોઇ કારણોસર બેડમાંથી ઉતરી બાથરૂમમાં જતી રહી અને ત્યાં પાણી ભરેલી ડોલમાં ઉંધી પડી ગઇ. તે તડફડવા લાગી પરંતુ બહાર નીકળી શકી નહીં. સવારે જ્યારે માતાની આંખ ખુલી તો તેમણે જોયું કે આદ્યા બેડ પર નથી. તેમણે આમતેમ જોયા બાદ પિતને જગાડ્યા. બંને દીકરીને શોધવા માટે આમતેમ અવાજ કર્યો. અચાનક તેમની નજર બાથરૂમમાં પડીને દીકરી ડોલમાં ઊંધુ માથુ નાંખેલી મળી. તેના શ્વાસ ચાલતા હતા અને તાબડતોડ હોસ્પિટલ લઇ ગયા.
સારવાર દરમ્યાન જ બાળકીએ લીધા છેલ્લાં શ્વાસ અ
ડૉકટર્સે કહ્યું કે લગભગ એક કલાક સુધી ટ્રીટમેન્ટ ચાલી તે દરમ્યાન જ બાળકીએ છેલ્લાં શ્વાસ લીધા. પોલીસે કહ્યું કે કેસની તપાસ બાદ બાળકીનો મૃતદેહ તેમના માતા-પિતાને સોંપી દીધો છે. રઘુવંશીની એકની એક દીકરી હતી અને થોડાંક દિવસ પહેલાં જ સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો હતો. તેને જુલાઇથી સ્કૂલે જવાનું હતું.