ગોંડલના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર ૮ ઇંચ જેટલો વરસાદ વરસ્યો
સૌરાષ્ટ્રમાં ગઇકાલે મેઘ મહેર થઇ હતી. જેમાં ગોંડલ તાલુકાના મોટાભાગના ગામડાઓમાં એક ઇંચથી માંડી 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ગોંડલના દેરડીકુંભાજી, મોટીખિલોરી, રાણસિકી, વીંઝીવડ અને નાના સખપુર સહિતના સીમ વિસ્તારમાં દોઢ કલાકમાં 7થી 8 ઇંચ વરસાદ પડતા ખેતરોનું ધોવાણ થયું છે. તેમજ ખેતરોના પાળા તૂટતા ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યું છે. આ વિસ્તારમાં આભ ફાટ્યું હોય તેમ મુશળધાર વરસાદ પડ્યો હતો. આ વિસ્તારમાં ત્રણ વર્ષ પહેલા આવેલા પૂરહોનારતની યાદે ફરી તાજી થઇ હતી.
ગ્રામ્ય વિસ્તારોમાં ખેડુતોએ વાવણી કાર્ય બાદ તોફાની વરસાદ વરસતા બિયારણ સાથેનો પાક ધોવાઇ ગયો છે. વાડી ખેતરોમાં ધોધમાર વરસાદથી વાડી-ખેતરોમા પાણી ભરાઇ જતા પાળા પણ ધોવાઇ ગયા છે.
ખેડૂતોનુ કહેવુ છે કે, ૪ વર્ષ પહેલા જળ પ્રલયમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો તેવો વરસાદ તૂટી પડ્યો હતો આ વરસાદ વધુ સમય વરસ્યો હોત તો વધુ ખાના ખરાબી સર્જાત.
દેરડી (કુંભાજી) રાણસીકીની સીમ અને ખાંભાની સીમ વિસ્તારોમાં વરસાદથી ભારે નુકશાન થયુ છે. આ ઉપરાંત અમરેલી જીલ્લાના બગસરામા ૩ ઇંચ, સાવરકુંડલા અને બાબરામા ૨ ઇંચ, ગોંડલ ૨ ઇંચ પાલીતાણા ૨ ઇંચ, વિસાવદરમા પણ બે ઇંચ વરસાદ પડ્યો છે.
જયારે કાલાવડ-લાલપુર સુત્રાપાડામા એક-એક ઇંચ વરસાદ પડ્યો છે. આજે સવારથી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમા ધુપ-છાંવનો માહોલ છવાયેલો છે.
જામકંડોરણા તાલુકાના રાજપરા, દડવી, સાતોદડ, કાનાવડાળા ગામોમાં કાલે અસહ્ય ઉકળાટ અને બફારા બાદ કાલે બપોર પછી વરસાદ પડ્યો હતો આ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. આ વરસાદથી ખેડુતોમાં આનંદની લાગણી છવાઇ હતી.
જામનગરઃ છેલ્લા ૨૪ કલાકમાં લાલપુર-૨૪ મીમી, કાલાવડ-૨૭ મીમી વરસાદ પડ્યો છે.
શહેર ઉપલેટા,વિરડી, બેલા, નવાગામ, રૂપપાટી,વદર, સુખપર, પરવડી અને નીનીવાવડી સહિતના તમામ ગામોમાં આજે સવારથી ૪ અસહ્ય બફારા બાદ બપોરે ૩:૩૦ કલાકના અરસામાં પ્રથમ દાબડીયા વરસાદ બાદ એકાએક સુપડાની ધારે વરસાદ વરસી ગયો હતો. જેમાં સમગ્ર પંથક અને શહેરમાં સતત ૧ કલાક ૧ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જયારે મામલતદાર કચેરી ખાતે માત્ર ૧૨ મીમી એટલે કે અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો.
રાજકોટ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલો વરસાદ(એમએમમાં)
ઉપલેટા 77
કોટડા 42
ગોંડલ 132
જેતપુર 22
જસદણ 31
જામ કંડોરણા 40
ધોરાજી 107
પડધરી 40
લોધિકા 80
વીંછીયા 34