સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ, રાજકોટમાં ગત રાત્રેથી ધીમી ધારે વરસાદ, ઉનામાં 3 ઇંચ, ગીરગઢડાના શાંગાવાડી નદીમાં આવ્યું પૂર
ગત રાત્રે સૌરાષ્ટ્રમાં વાતાવરણમાં પલ્ટો આવ્યો છે અને રાત્રીથી જ ધીમી ધારે વરસાદ વરસવાનું ચાલુ રહ્યું છે. રાજકોટમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. તો ઉનામાં છેલ્લા 12 કલાકમાં ગાજવીજ સાથે ધોધમાર 3 ઇંચ વરસાદ નોંધાયો છે. ગીરસોમનાથ જિલ્લામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતા ખેડૂતોમાંમાં ખુશીની લાગણી પ્રસરી છે. પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. ગીરગઢડાના થોરડી ગામ નજીક શાંગાવાડી નદીમાં પૂર આવતા લોકો જોવા ઉમટ્યા હતા. ગીર જંગલમાં વધુ વરસાદ હોવાથી નદીઓમાં પૂર આવ્યા છે.
સૌરાષ્ટ્રના ક્યાં જિલ્લામાં કેટલો વરસાદ
તાલાલા 33 વિસાવદર- 25, વેરાવળ 25, કાલાવડ 17, સુત્રાપાડા 17, વંથલી 14, માળિયા 13, ખાંભા 13, ભેસાણ 12, મેંદરડા 12, કેશોદ 12, કલ્યાણપુર 10, જૂનાગઢ 9, કુતિયાણા 8, ગીર સોમનાથ 8, માણાવદર 7, ભાણવડ 6, પોરબંદર 6, મોરબી 4, લાલપુર 3 અને રાણાવાવમાં 3 એમએમ વરસાદ નોંધાયો છે.
છેલ્લા 24 કલાકમાં રાજકોટ જિલ્લામાં નોંધાયેલો વરસાદ
- રાજકોટ- 7 એમએમ
- ઉપલેટા-5 એમએમ
- કોટડાસાંગાણી- 5 એમએમ
- ગોંડલ- 9એમએમ
- જેતપુર- 2 એમએમ
- જસદણ- 1એમએમ
- જામકંડોરણા- 13 એમએમ
- ધોરાજી-20 એમએમ
- પડધરી-7 એમએમ
મળતી માહિતી પ્રમાણે અમરેલી જિલ્લામાં પણ વરસાદી માહોલ સર્જાયો હતો. અમરેલી શહેરમાં અનેક વિસ્તારોમાં વહેલી સવારથી ધીમીધારે વરસાદ પડવાનો સરુ થયો છે.
આ ઉપરાંત જામનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા જોઇએ તો જામનગરમાં 9 એમએમ, કાલાવડમાં 17 એમએમ, લાલપુરમાં 3 એમએમ અને જોડિયામાં 5 એમએમ વરસાદ નોંધાયો છે. વહેલી સવારથી કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાનો શરૂ થયો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ધીમીધારે વરસાદ વરસવાનો સરું થયો છે. ખેડૂતો માટે કાચું સોના સમાન સાબિત થશે. આખી રાત વરસાદી માહોલ વચ્ચે સવારથી જ કેટલાક વિસ્તારોમાં મેઘો મડાયો હતો.