મુબંઈમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદનું આગમન, જાણો ગુજરાતમાં ક્યારે આવી શકે છે
કેરળમાં નૈઋત્ય ના ચોમાસા નું સતાવાર રીતે આગમન થયા બાદ કાલે રાત્રે મુંબઈમાં મોસમનો પેહલા વરસાદ જોવા મળ્યો હતો. છેલ્લા બે દિવસ થી મુંબઈમાં બફારા બાદ રાત્રે અનેક વિસ્તારોમાં વરસાદ આવવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
મુંબઈના વિસ્તારો જેમ કે વાશી, ઘાટકોપર, અંધેરી, મુલુંડ, સેન્ટ્રલ મુંબઈના વિસ્તારો જેમ કે દાદર, માટુંગા, ચેમ્બુર, કુર્લા સાથે દક્ષિણ મુંબઈ ના અમુક ભાગોમાં વરસાદ નોંધાયો હતો. વેધર એજન્સી સ્કાયમેટ ના આધારે છૂટા છવાયા વરસાદ નું કારણ અરબી સમુદ્ર પરની પ્રી મોનસુન સિસ્ટમ છે. જોકે હજુ કાલે પણ મુંબઈમાં વરસાદ રહેશે અને ત્યારબાદ વાવાઝોડા ની શક્યતા દર્શાવી છે.
ઉલ્લેખનીય છે કે, કેરળમાં પણ ચોમાસાનું આગામન થઈ ચૂક્યું છે. ત્યારે હવે ગુજરાતમાં પણ જલ્દી ચોમાસુ બેસે તેવા એંધાણ છે. હવામાન વિભાગનું માનીએ તો ગુજરાતમાં 13 જૂને ચોમાસુ બેસી શકે છે. અરબી સમુદ્રમાં સર્જાયેલું હવાનું હળવું દબાણ (લૉ પ્રેશર સિસ્ટમ) ચક્રવાતમાં પરિવર્તિત થવાની શક્યતાને પગલે હવામાન વિભાગે આગામી 12 અને 13 જૂન કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાઇ કાંઠા વિસ્તારમાં વરસાદની આગાહી કરી છે.
એટલું જ નહીં, આ દરમિયાન સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં 35થી 40 કિ.મીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ હળવા દબાણને પગલે આગામી બે દિવસમાં ઉત્તર-પશ્ચિમી રાજ્યો તરફ આગળ વધીને ચક્રવાતમાં પરિવર્તિત થશે.
તમને જણાવી દઇએ કે, સૌરાષ્ટ્ર-કચ્છમાં 11 જૂનથી વાતાવરણમાં પલટો થશે. 12 અને 13 જૂને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હાલમાં મધ્ય પૂર્વ અરબી સમુદ્ધમાં લો પ્રેશર આકાર પામી રહ્યું છે. ધીરે ધીરે લો પ્રેશર ઉત્તર-પૂર્વ દિશામાં મહારાષ્ટ્ર તરફ આગળ વધશે. જેના કારણે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં આગામી સપ્તાહે વરસાદની આગાહી કરવામાં આવી છે. જે બાદમાં 12મી અને 13મી જૂનના રોજ સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. આ સાથે જ માછીમારોને પૂર્વમધ્ય અરબ સાગર તરફ ન જવાની સૂચના આપવામાં આવી છે.