ટ્રેનમાં હવે ખાલી સીટો માટે ટીટીઈ પાસે નહીં જવું પડે, મોબાઈલ પર જ જાણી શકાશે ટ્રેનના કયા કોચમાં કેટલી સીટ ખાલી છે
રેલવે રિઝર્વેશન ચાર્ટની સુવિધા હવે ઓનલાઈન કરી દેવામાં આવી છે. હવે તમે તમારા મોબાઈલ પર જ જાણી શકો છો કે ટ્રેનના કયા કોચમાં કેટલી સીટ ખાલી છે, જ્યારે અત્યાર સુધી રિઝર્વેશન ચાર્ટ બન્યા બાદ ખાલી સીટોની જાણકારી કાઉન્ટર પરથી જ મળતી હતી, પણ હવે આ કામ મોબાઈલ પર જ કરી શકાશે. તેનો બીજો સૌથી મોટો ફાયદો એ છે કે તમારે ટીટીઈ પાસે સીટોની જાણકારી મેળવવા માટે જવું નહીં પડે. યાત્રીઓને મોબાઈલ પર જ ખબર પડી જશે કે કયા કોચમાં કયા બર્થ ખાલી છે. તમે ઓનલાઈન પર તમારી પસંદગીની સીટ બુક કરાવી શકો છો.
કઈ રીતે ઉઠાવવો આ સુવિધાનો લાભ?
-ગૂગલ પર IRCTC (ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝ્મ કોર્પોરેશન) રિઝર્વેશન ચાર્ટ લખીને સર્ચ કરો. https://www.irctc.co.in/online-charts/ આ વેબસાઈટ પર ક્લિક કરો.
-હવે રિઝર્વેશન ચાર્ટનું પેજ ઓપન થશે તેમાં ટ્રેનનું નામ અથવા નંબર અને બોર્ડિંગ સ્ટેશનની જાણકારી દાખલ કરો.
-જાણકારી ભરશો એટલે ગેટ ટ્રેન ચાર્ટનો ઓપ્શન દેખાશે, તેની પર ક્લિક કરો. અહીં તમને ખાલી સીટોની જાણકારી મળી રહેશે.
-ત્યારબાદ અહીંથી જ તમે ખાલી સીટોને બુક પણ કરી શકો છો.
-આ ખાલી સીટોની ટિકિટ સામાન્ય ટિકિટના રેટ કરતા 10 ટકા ઓછાં દરમાં ઉપલબ્ધ હોય છે.
-આ સુવિધાનો ઉપયોગ રિઝર્વેશન ચાર્ટ બન્યા બાદ જ કરી શકાય છે.
પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.