પંજાબ ચૂંટણી પહેલા મનમોહન સિંહે કહ્યું: ‘PM મોદી પોતાની ભૂલો સુધારતા નથી ને દેશના પહેલા પીએમ નેહરૂને જવાબદાર ઠેરવતા રહે છે’

પંજાબમાં વિધાનસભા ચૂંટણી પહેલા દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે પંજાબના લોકો માટે એક વીડિયો મેસેજ જારી કર્યો છે. મનમોહન સિંહે કહ્યું કે લોકોને તેમના સારા કામો યાદ છે. તેઓએ (BJP) PM મોદીની સુરક્ષાનો મુદ્દો ઉઠાવીને પંજાબના સીએમ અને લોકોનું અપમાન કર્યું. જો તમે આજે જોશો, તો તમને ખબર પડશે કે અમીરો વધુ અમીર થઈ રહ્યા છે અને ગરીબો વધુ ગરીબ બની રહ્યા છે.

પંજાબી ભાષામાં જાહેર કરાયેલા એક વીડિયો મેસેજમાં મનમોહન સિંહે કહ્યું કે આજની સ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે કારણ કે સરકારની નીતિઓને કારણે કોરોનાના સમયગાળા દરમિયાન મોંઘવારી, બેરોજગારી વધી રહી છે. મનમોહન સિંહે કહ્યું કે વર્તમાન પીએમ (મોદી) પોતાની ભૂલો સુધારવાને બદલે દેશના પહેલા પીએમ નહેરુને જવાબદાર ઠેરવતા રહે છે.

મનમોહન સિંહે પોતાના વીડિયો મેસેજમાં કહ્યું કે કેન્દ્ર સરકારે એ પણ સમજવું જોઈએ કે પોતાનો ચહેરો બદલી લેવાથી નિયત બદલાતી નથી, જે પણ સાચું છે તે હંમેશા કોઈને કોઈ સ્વરૂપે સામે આવી જ જાય છે! મોટી-મોટી વાતો કરવી સહેલી છે પણ અમલમાં મૂકવી બહુ અઘરી હોય છે.

મનમોહન સિંહે વધુમાં કહ્યું કે તેઓ માને છે કે પીએમ પદની વિશેષ ગરિમા હોય છે, આવી સ્થિતિમાં ઈતિહાસ પર દોષ લગાવીને પોતાના દોષ ઓછા  કરી શકાય નહીં. પૂર્વ પીએમે કહ્યું કે તેમના 10 વર્ષના કાર્યકાળ દરમિયાન તેઓ પોતે વધુ બોલવાને બદલે, કામને બોલવા દેવાનું પસંદ કરતા હતા. સિંહે કહ્યું કે તેમણે ક્યારેય રાજકીય લાભ માટે સત્ય પર પડદો નાખવાની કોશિશ નથી કરી. ક્યારેય દેશ અને પદના ગૌરવને ઓછું થવા નથી દીધું.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો