પંજાબના નવનિયુક્ત CMએ સત્તા સંભાળ્યા બાદ ખેડૂતોને આપી મોટી ભેટ, વીજ-પાણીનું બિલ થશે માફ

પંજાબના નવનિયુક્ત CM ચરણજીત સિંહ ચન્નીએ (Charanjit Singh Channi) સત્તા સંભાળ્યા બાદ ખેડૂતો અને સામાન્ય લોકોને મોટી ભેટ આપી છે. ચન્નીએ શપથ લીધા બાદ પોતાની પ્રથમ પત્રકાર પરિષદમાં કહ્યું, ‘અમે ખેડૂતોના પાણી અને વીજળીના બિલ માફ કરીશું.’

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

પંજાબના મુખ્યમંત્રીએ કહ્યું, ‘પંજાબ સરકાર ખેડૂતોની સાથે ઉભી છે. અમે કેન્દ્રને ત્રણ કૃષિ કાયદા પાછા ખેંચવા અપીલ કરીએ છીએ. જો આ ત્રણ કાયદા પાછા ખેંચવામાં નહીં આવે તો ખેતી ખતમ થઈ જશે અને પંજાબનો દરેક પરિવાર તેનાથી પ્રભાવિત થશે.

પંજાબના CM ચરણજીત સિંહ ચન્ની ભાવુક થઈ ગયા હતા અને કહ્યુ કે પોતે ગરીબ પરિવારમાં જન્મ્યા હોવાથી ગરીબોનું દર્દ સારી રીતે સમજી શકે છે. ચરણજીત સિંહ ચન્નીએ આ મોટી જવાબદારી આપવા બદલ કોંગ્રેસના નેતૃત્વનો આભાર માન્યો છે. તેમણે કહ્યું કે ‘કોંગ્રેસે એક સામાન્ય માણસને મુખ્યમંત્રી બનાવ્યા છે.

ચન્નીએ કહ્યુ કે પાર્ટી સર્વોચ્ચ છે. મુખ્યમંત્રી કે ધારાસભ્ય સર્વોચ્ચ નથી. ‘તેમણે કહ્યું કે સરકાર કોંગ્રેસની વિચારધારા પર ચાલશે, જે દરેકને સાથે લઈને ચાલશે. તેમણે કહ્યું કે કોઈ પણ જાતિ કે સંપ્રદાયના નામે તોડી શકે નહીં. તેમણે કહ્યું, ‘પંજાબની એકતા, અખંડિતતા અને ભાઈચારો જાળવવો પડશે. આપણે બધાએ સાથે રહેવાનું છે. પંજાબને આગળ લઈ જવાનું છે.

ચરણજીત સિંહ ચન્નીએ કહ્યું, ‘હું પંજાબના સામાન્ય લોકોનો અવાજ બનીશ. કેપ્ટન અમરિંદર સિંહ પર, ચન્નીએ કહ્યું, ‘તેઓ અમારા નેતા છે. કેપ્ટન સરકારનું અધૂરું કામ અમે પૂર્ણ કરીશું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો