અરવિંદ કેજરીવાલની મહિલાઓને લઈને મોટી જાહેરાત: પંજાબમાં અમારી પાર્ટી સત્તામાં આવશે તો દરેક મહિલાને મહિને 1000 રૂપિયા આપશું
અરવિંદ કેજરીવાલે સોમવારે 2022 વિધાનસભાની ચૂંટણીને માટે આમ આદમી પાર્ટીના મિશન પંજાબમાં જાહેરાત કરી કે સત્તામાં આવ્યા તો પાર્ટી પંજાબની 18 વર્ષની ઉપરની મહિલાઓને દર મહિને 1000 રૂપિયા આપશે. મોગામાં કેજરીવાલની જાહેરાત અને અન્ય પાર્ટી દ્વારા ફ્રીમાં સુવિધા આપવાની જાહેરાત હાલની સરકાર દ્વારા સબ્સિડી અને લોભામણી યોજનાની જાહેરાત પહેલાથી જ દેવામાં ઉતરેલી પંજાબ સરકારે કરી છે.
દરેક મહિલાને મહિને 1000 રૂપિયા આપવામાં થશે આટલો ખર્ચ
2019ની લોકસભા ચૂંટણીના ડેટાના આધારે પંજાબમાં 96.19 લાખ મહિલા વોટર છે. 2022નું વોટર લિસ્ટ જાહેર થયું નથી. અનુમાન છે કે આ યોજનાથી 1 કરોડ મહિલાઓને ફાયદો થશે. પાર્ટી સત્તામાં આવશે તો મહિલાઓને દર મહિને 1000 રૂપિયા અપાય છે તો પણ રાજ્ય સરકાર પર 12 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ વધશે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે તેમની જાહેરાતને લઈને વિપક્ષ ફંડને લઈને પ્રશ્નો કરશે પણ તેઓએ કહ્યું કે સરકાર પાસે રૂપિયાની અછત નથી, જરૂરિયાતવાળા લોકો માટે કામ કરવાની તૈયારી હોવી જોઈએ.
THIS IS HUGE!
Every woman in Punjab above the age of 18 will get ₹1000/month deposited directly into her account
If a family has 3 female members, then each will get ₹1000
This'll be the world's BIGGEST women empowerment program
-CM @ArvindKejriwal #KejriwalDiTeejiGuarantee pic.twitter.com/dFlwOHJGgA
— AAP (@AamAadmiParty) November 22, 2021
પંજાબ આટલા દેવામાં..
માર્ચ 2017માં પંજાબ સરકાર બની ત્યારે તે 1.82 લાખ કરોડ રૂપિયાના દેવામાં હતી. 2007-2017 સુધી પંજાબમાં ભાજપ અને અકાળી દળનું શાસન હતું. 2020-21ના સમયે જીએસટીના બદલે બેક ટૂ બેક દેવાની સાથે તે 2.73 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચ્યું છે. નવા અનુમાન સાથે તેનું દેવું 2.48 લાખ કરોડ રૂપિયા થયું હતું. હવે તે 2.61 લાખ કરોડ થયું છે. હાલનું દેવું 2.52 લાખ કરોડનું છે.
2021-22ના બજેટ અંદાજમાં પંજાબ સ્ટેટ પાવર કોર્પોરેશન લિમિટેડ પર સરકારની બાકી રકમ 10,621 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે, જે 2019-20માં 9394 કરોડ હતો. હકીકતમાં રાજ્ય સરકારે ખેડૂતો અને વિવિધ પ્રકારના ઉદ્યોગો અને દલિત સમુદાયના સભ્યોને સસ્તી વીજળી આપવા માટે પાવર સબસિડીની જાહેરાત કરી છે.
મુખ્યમંત્રીની જાહેરાતની આવી થશે અસર
હાલમાં જ પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ ઘરેલુ ગ્રાહકો માટે વીજળીના દરમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આ અંતર્ગત 7 કિલોવોટ સુધીના ઘરેલુ ગ્રાહકોને સ્લેબ દીઠ દર મહિને 3 રૂપિયા ચૂકવવા પડશે. મુખ્યમંત્રીની આ જાહેરાત બાદ રાજ્ય સરકાર પર 3300 કરોડનો વધારાનો બોજ પડશે. આ મહિનાની શરૂઆતમાં સીએમ ચરણજીત સિંહ ચન્નીએ વેટ ઘટાડવાની જાહેરાત કરી હતી. જેના કારણે રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અનુક્રમે રૂ. 10 અને રૂ. 5નો ઘટાડો થયો છે. 850 કરોડના વાર્ષિક ખર્ચ સાથે કેન્દ્ર સરકાર દ્વારા એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડાથી દર વર્ષે રૂ. 3,300 કરોડનો ખર્ચ થવાની શક્યતા પણ જોવા મળી રહી છે.
પંજાબના બજેટમાં ખેડૂતો માટે ખાસ વ્યવસ્થા
આ સિવાય પંજાબના બજેટ પર નજર કરીએ તો 2021-22માં ઘણી મોટી યોજનાઓની જાહેરાત કરતી વખતે ખેડૂતોને 7,140 કરોડના ખર્ચ સાથે મફત વીજળી આપવાની વાત કહેવામાં આવી છે. આ સાથે માસિક સામાજિક સુરક્ષા પેન્શન 750 રૂપિયાથી વધારીને 1500 રૂપિયા પ્રતિ માસ કરવાની જાહેરાત કરવામાં આવી છે. તેને 1 જુલાઈથી લાગુ કરવામાં આવશે અને તેના પર 4,000 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. આ સાથે સરકાર દરેક ઘરે પાણી, દરેક ઘરે સફાઈ યોજના પર 2148 કરોડ ખર્ચ કરશે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..