સુરતમાં અનોખી રીતથી મોંઘવારીનો વિરોધ: ખેલૈયાઓ શેરીમાં તેલના ડબ્બા, પેટ્રોલ-ડિઝલ અને ગેસના બાટલા સાથે ગરબે ઘૂમ્યા
હાલમાં નવરાત્રિ પર્વ ચાલી રહ્યું છે. સુરતમાં નવરાત્રિ પર્વની ભવ્ય ઉજવણી થઇ રહી છે. લોકો ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી રહ્યા છે. ત્યારે સુરતમાં મોંઘવારીને લઈને અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. સુરતના પુણા વિસ્તારમાં આવેલી સત્ય નારાયણ સોસાયટીમાં રહીશો પેટ્રોલ,ડીઝલ, ગેસનો બાટલો સહિતની ચીજવસ્તુઓ લઈને અને વિવિધ બેનરો ગળામાં લગાવી વિરોધની સાથે ગરબે ઘૂમ્યા હતા. સાથે જ સરકારને મોંઘવારી કાબુમાં લેવા રજૂઆત કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
ગળામાં સ્લોગન સાથેના કાગળ લટકાવ્યાં
એક તરફ કોરોનાની મહામારી અને લોકડાઉનને લઈને દરેક લોકોના ધંધા રોજગાર પર અસર જોવા મળી હતી. ત્યારે મોંઘવારીએ માઝા મૂકી છે. પેટ્રોલ, ડીઝલ, શાકભાજી, રાંધણ ગેસના ભાવોમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે આ વધતી જતી મોંઘવારીને લઈને સુરતમાં વિરોધ સામે આવ્યો છે.સત્યનારાયણ સોસાયટીમાં બાળકો, મહિલાઓ અને પુરુષોએ પેટ્રોલ,ડીઝલ, ગેસની બોટલો સહિતની ચીજવસ્તુઓ લઈને અને વિવિધ બેનરો ગળામાં લગાવી વિરોધની સાથે ગરબે ઘૂમ્યા હતા. બાળકોએ ગળામાં બહુત હુઈ મહેંગાઈ કી માર અબકી બાર મોદી સરકાર જેવા લખાણ સાથે વિરોધ નોંધાવ્યો હતો.
બીજી તરફ બાળકો માથા પર ગરબીને બદલે તેલનો ડબ્બો, પેટ્રોલ-ડીઝલ અને પુરુષો તેમજ મહિલાઓ રાંધણ ગેસનો બાટલો લઈને ગરબે ઘૂમ્યા હતાં. સત્યનારાયણ સોસાયટીમાં રહેતા મનાલીબેને જણાવ્યું હતું કે, એક તરફ કોરોનાની મહામારી ચાલી રહી છે. આ બધા વચ્ચે મોંઘવારી વધી રહી છે. લોકોને ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે. ત્યારે અમે અનોખી રીતે ગરબે ઘૂમી સરકારને મોઘવારી કાબૂમાં લેવા રજૂઆત કરી છે.
દિવ્યેશ ચાવડાએ જણાવ્યું હતું કે સોસાયટીના રહીશોએ આઠમના દિવસે જ ગેસના બાટલા, ઘર વખરીની ચીજવસ્તુઓ અને પેટ્રોલ ડીઝલ લઈને ગરબે રમી હતી. જેનું કારણ મોઘવારી છે. જેમ માતાજીની ગરબીઓ માથે મૂકી ગરબા રમાય છે. તેમજ જ વજનદાર ગેસનો બાટલો માથે ચડાવી ગરબે રમી હતી. આ મોંઘવારીને લઈને લોકોનું ઘર ચલાવવું મુશ્કેલ થયું છે. ત્યારે સરકાર મોંઘવારી કાબૂમાં લે તેવી સોસાયટીના રહીશોની માંગ હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..