સુરતમાં પાકિસ્તાની ‘ફૂડ ફેસ્ટીવલ’નો વિરોધ: બોર્ડ દેખાતા જ બજરંગ દળે બેનર્સ ફાડીને લગાવી દીધી આગ, રેસ્ટોરન્ટ માલિકને પણ આપી દીધી ચેતવણી

ગુજરાતના પચરંગી શહેર કહેવાતા સુરતમાં એક રેસ્ટોરન્ટે પાકિસ્તાની ફૂડ ફેસ્ટીવલનું આયોજન કર્યું હતું. અને આ કાર્યક્રમની ઘોષણા કરાતા બેનર્સ પણ લગાવ્યા હતા.પરંતુ બજરંગ દળનાં કાર્યકરો અચાનક ત્યાં પહોચ્યા અને પાકિસ્તાનને લઈને પોતાનો વિરોધ પ્રકટ કર્યો. પાકિસ્તાની ફૂડ ફેસ્ટીવલનો વિરોધ કરતા કાર્યકરોએ તમામ બેનર્સ ઉતારીને ફાડી નાખ્યા, એટલું જ નહિ આગ પણ લગાવી દીધી.

સુરતના રીંગરોડ પર ‘ટેસ્ટ ઓફ ઇન્ડીયા’નામક રેસ્ટોરંટે પાકિસ્તાની ફૂડ ફેસ્ટીવલનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમની ઘોષણા કરતા મોટા-મોટા બેનર્સ પણ લગાવ્યા હતા. 12 થી 22 ડીસેમ્બર દરમિયાન આયોજિત કરાયેલા આ ફૂડ ફેસ્ટીવલમાં પાકિસ્તાની સ્વાદના રસીયાઓને ઉત્તમ વ્યંજન પીરસવાનો હેતુ હતો. બજરંગ દળના કાર્યકર્તા દેવી પ્રસાદ દુબે એ કહ્યું કે, ફૂડ ફેસ્ટીવલ કરવો હોય તો ભારતીય ફૂડ ફેસ્ટીવલ કરો, અલગ-અલગ રાજ્યો અને સંસ્કૃતિ નાં ફૂડ ફેસ્ટીવલ કરો,પાકિસ્તાની ફૂડ ફેસ્ટીવલ જ કેમ ?

દુબે એ એમ પણ કહ્યું કે, હનુમાનજીએ જેવી રીતે લંકા દહન કર્યું હતું,એ જ રીતે આ બળશે બાદમાં તમામ બેનર્સ ઉતારીને બાળી નાખ્યા,બજરંગ દળે રેસ્ટોરંટનાં માલિકને ચેતવણી પણ આપી કે, બીજીવાર આવું કૃત્ય ના થાય.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો