જો તમારી કાર કે બાઇક માટે લેવા માગો છો VIP નંબર તો આ છે પ્રોસેસ

નંબર્સ આપણા જીવનમાં ઘણું મહત્વ ધરાવે છે. ઘણા લોકો અમુક ખાસ નંબરને પોતાના માટે લકી માનતા હોય છે અને તેના કારણે પોતાની દરેક વસ્તુમાં એ નંબરને સામેલ કરે છે. ખાસ કરીને લોકો પોતાની કાર અથવા બાઇક માટે પણ પોતાના લકી નંબર અથવા વીઆઇપી નંબર લેવા માગે છે. સૌથી વધારે વીઆઇપી નંબર્સ આ પ્રકારના હોય છે, 0001, 0002, 0003, 0007, 0777, 0786, 0004, 1122, 1111, 2222 વિગેરે. આ પ્રકારના નંબર દરેક મળી શકતા નથી. જો તમે પણ તમારી કાર અથવા બાઇક માટે કોઇ વીઆઇપી અથવા લકી નંબર લેવા માગો છો તો એ માટે તમારે રાજ્ય પરિવહન વિભાગને વધારાના પૈસા ચૂકવવાના રહે છે. ભારત સરકારની વેબસાઇટ parivahan.gov.in પર ફેન્સી નંબરનું રજિસ્ટ્રેશન કરાવી શકાય છે. આજે અમે જણાવી રહ્યાં છીએ આપણે કેવી રીતે લઇ શકીએ છીએ કાર અથવા બાઇક માટે ખાસ નંબર….

આ રીતે મળે છે નંબર

સામાન્ય રીતે જ્યારે કોઇ નવી કાર ખરીદો છો તો તેને આરટીઓની એક ખાસ સિસ્ટમ થકી રેન્ડમલી કાર અથવા બાઇક નંબર આપવામાં આવે છે. આ નંબર કોઇપણ હોઇ શકે છે, પરંતુ જો તમે મનપસંદ નંબર લેવા માગો છો તો આ માટે દરેક રાજ્યોના પરિવહન વિભાગ દ્વારા અલગ-અલગ નંબર્સ માટે અલગ-અલગ કિંમત નક્કી કરવામાં આવે છે.

ઓનલાઇન થાય છે રજિસ્ટ્રેશન

કાર અથવા બાઇક માટે મનપસંદ નંબર મેળવવા માટે parivahan.gov.in પર રજિસ્ટ્રેશન કરવાનું હોય છે. ત્યારબાદ ત્યાં વીઆઇપી નંબર્સની બોલી લગાવવામાં આવે છે. આ નંબર અલગ-અલગ રાજ્યો માટે અલગ-અલગ નંબર્સના વિકલ્પ આપવામાં આવે છે. નંબર અનુસાર આપણે પરિવહન વિભાગને પૈસા ચૂકવવાના હોય છે. જો તમારો મનપસંદ નંબર ઉપલબ્ધ છે તો તમે તેની નક્કી કરેલી કિંમત ચૂકવીને નંબર મેળવી શકો છો.

જેવો નબંર તેવી હોય છે કિંમત

કાર અથવા બાઇકનો નંબર જેટલો ફેન્સી હોય છે, તેની કિંમત એટલી વધારે હોય છે. આ નંબર્સની કિંમત 2000થી લઇને લાખો રૂપિયા સુધી હોય છે. જેમકે parivahan.gov.inની વેબસાઇટ પર ગુજરાતના આ ખાસ નંબર GJ01HW0555, GJ01HW0777, GJ01HW0111, GJ01HW0011, GJ01HV9909, GJ01HV9090ની કિંમત 25 હજાર રૂપિયા છે. હરિયાણાના ખાસ નંબર્સ  HR20AJ0200, HR20AJ0222, HR20AJ0300ની કિંમત 50 હજાર રૂપિયા છે. ચંદીગઢમા ખાસ નંબર્સ  CH01BR0056, CH01BR0067, CH01BR0079ની કિંમત 20 હજાર રૂપિયા છે. આ પ્રકારે દરેક રાજ્યોના વીઆઇપી નંબર્સની કિંમત અલગ-અલગ હોય છે. જો તમે કોઇ એક નંબર માટે વધારે લોકો એપ્લાય કરવામાં આવે છે તો કિંમત વધી શકે છે. આવી સ્થિતિમાં હરાજી બોલાવવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો