લગ્ન બાદ ઘરમાં બેસવાના બદલે શરૂ કરી કંપની, આજે કરોડોના ઓર્ડર મેળવે છે આ ગુજરાતી
મહિલાઓ પોતાની શક્તિ અને આવડતનો પરચો દુનિયાને આપી ચૂકી છે. આવી જ ગુજરાતની મહિલા છે પ્રિયા પટેલ. આજે ખેતી, એરપોર્ટ સહિતની જગ્યાએ સુરક્ષા માટે ઉપયોગી ‘સોલાર પાવર ફેન્સ કંટ્રોલર’નું ઉત્પાદન કરતા પ્રિયા પટેલ આ ક્ષેત્રમાં આગવુ નામ ધરાવે છે.
અમદાવાદ એરપોર્ટ પર રનવે પર દોડી આવતા વાંદરાને રોકવાથી માંડીને રખડતા પ્રાણીઓથી ખેડૂતોના પાક બચાવવામાં સોલાર પાવર ફેન્સ કંટ્રોલર મહત્વનું સાબિત થયું છે. જો કે આ બિઝનેસ દ્વારા બિઝનેસવુમન બનેલા પ્રિયા પટેલે પણ સફળતા સુધી પહોંચવા માટે આકરી મહેનત કરી છે.
થોડા સમય પહેલા જ હિમાચલ સરકાર દ્વારા પ્રિયા પટેલની કંપનીને 25 કરોડ રૂપિયાનો સોલાર પાવર ફેન્સ માટેનો પ્રોજેક્ટ આપવામાં આવ્યો છે. પ્રિયાએ અમદાવાદમાં 2010માં ‘ફિલ્ડમાસ્ટર ફેન્સ’ નામે શરૂ કરેલી કંપની આજે ભારતભરમાં ખ્યાતિ મેળવી ચૂકી છે.
પ્રિયા પટેલની બિઝનેસવુમન સુધીની સફર