શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટના: પાવી જેતપુરમાં કેવડા ગામની પ્રાથમિક શાળાનાં આચાર્ય ચાલુ શાળામાં જ દારૂના નશામાં જોવાં મળ્યો

પાવીજેતપુર તાલુકાના અંતરિયાળ ડુંગરાળ વિસ્તારમાં આવેલા કેવડા ગામમાં 1થી 5 ધોરણની ચાલતી પ્રાથમિક શાળામાં આચાર્ય દેવેન્દ્ર પૂજા માછી શિક્ષણને કલંકિત કરી શાળામાં જ દારૂનાં નશામાં ચકનાચૂર થઇ ખુરશીમાં બેઠો બેઠો ડંફાસો મારતો હતો. બીજો ગુલ્લેબાજ શિક્ષક દિલીપ પરસોત્તમ પરમાર કોઇ પણ પ્રકારના રજા રિપોર્ટ વગર જ ગુલ્લી મારી મનફાવે તેમ પોતાનાં ઘરના કામકાજ પતાવી બપોરના 12:30 વાગ્યે શાળામાં હાજર થયો હતો. તેને ગામના એક જાગૃત વ્યક્તિ દ્વારા શાળામાં મોડા આવવાનું કારણ પુછવામાં આવ્યું તો તેણે કોઈ પણ પ્રકારનો જવાબ આપ્યો ન હતો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

કેવડા ગામમાં આવા શિક્ષકોથી લોકો કંટાળી ગયા છે. આચાર્ય જ શાળામાં દારૂ પીને આવે છે જેની ખરાબ અસર બાળકોનાં શિક્ષણ પર પડી શકે છે. ઘણી વખત તો તે શાળામાં સમયસર ફરજ પણ બજાવતો ન હતો. જેને લઇને ગામલોકો આચાર્ય દેવેન્દ્ર પૂજા માછીથી કંટાળી તેની બદલી કરાવવા માગ કરી રહ્યા છે. આમ જોવા જઈએ તો છોટાઉદેપુર જિલ્લામાં ઘણી શાળાઓમાં શિક્ષકો બાળકોના શિક્ષણ પર ચેડાં કરી રહ્યા હોવાની ઘટનાઓ બની છે અને ઘણી વખત તો શાળાઓમાં શિક્ષકો દારૂની મહેફિલ કરી નશાની હાલતમાં પાર્ટીઓ કરતા પણ ઝડપાયા છે.

શિક્ષણ વિભાગ પણ આ બાબતે કોઈ કડક કાર્યવાહી કરતું નથી. જેનાં કારણે શિક્ષકોને જાણે છૂટો દોર મળી ગયો હોય તેમ લાગે છે. શાળાના જ એક શિક્ષક દિલીપ પરસોત્તમ પરમાર પણ કોઇ પણ રજા રિપોર્ટ કે જાણ કર્યા વગર જ શાળામાં ગુલ્લી મારે છે. ત્યારે આ કેવડા પ્રાથમિક શાળાનાં દારૂડિયા આચાર્ય દેવેન્દ્ર માછી તેમજ ગુલ્લેબાજ શિક્ષક દિલીપ પરમાર સામે ઉચ્ચ કક્ષાએ કોઈ કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની ઉગ્ર માગ છે. શિક્ષણ વિભાગનાં ઉચ્ચ કક્ષાનાં અધિકારીઓ આ બાબતને ગંભીરતાથી લઇ કાર્યવાહી કરે તે જરૂરી છે.

અગાઉ પણ આચાર્યની ઘણી ફરિયાદો અમારી પાસે આવી છે, કાર્યવાહી પણ કરી છે: શિક્ષણાધિકારી
કેવડા પ્રા.શાળાના આચાર્ય દારૂ પીધેલી હોવાની અને ગુલ્લેબાજ શિક્ષક અંગે પાવીજેતપુર તાલુકા શિક્ષણ અધિકારી પ્રતિક દરજીએ ટેલિફોનિક વાત કરતાં જણાવ્યું હતું કે કેવડા પ્રાથમિક શાળાનાં આચાર્યની ઘણી બધી ફરિયાદો અમારી પાસે આવી છે. તેને લઈને અમે તેઓને કેવડા પ્રા.શાળામાંથી અન્ય બીજી બે મોટી શાળાઓમાં સજાનાં ભાગરૂપે મૂક્યો હતો. તેનો દોઢેક વર્ષનો પગાર પણ અટકાવવામાં આવ્યો હતો. ત્યારબાદ હાલ તેને ચારેક મહિના પહેલાં જ ફરજ પર હાજર કરવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આજની ઘટના અંગે ડીપીઓ સાહેબ સાથે વાતચીત કરી તપાસ કરાવી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીશું.

દારૂ પીને શાળામાં આવ્યાનું આચાર્યે કબૂલ્યું
કેવડા પ્રાથમિક શાળાનાં આચાર્ય દેવેન્દ્ર પૂજા માછી ચાલુ શાળામાં દારૂનાં નશામાં આવ્યા ત્યારે પોતે જ નફ્ફટ થઇને કબૂલાત કરી હતી અને જણાવ્યું હતું કે ‘હું બારગામમાં દેશી દારૂ પીને આવ્યો છું, હાલ મારી ડ્યૂટી ચાલુ છે પરંતુ હું દારૂ પીધેલો છું.

હું શાળામાં મોડો હાજર થયો છું જે મારી ભૂલ છે
હું જાંબુઘોડા રહું છું અને ત્યાંથી આવજાવ કરું છું. મેં શાળામાં કોઈ પણ પ્રકારનો રિપોર્ટ કર્યો નથી. મારે 10:30 વાગ્યે શાળામાં હાજર થવાનું હોય છે અને શાળામાં હાજર થતાં સમય સાથે સહી કરવાની હોય છે. પરંતુ આજે હું 12:30 વાગ્યે શાળામાં હાજર થયો છું જે મારી ભૂલ છે. – દિલીપ પરમાર, ગુલ્લેબાજ શિક્ષક, કેવડા પ્રાથમિક શાળા

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો