રાષ્ટ્રપતિ ચંદ્રક વિજેતા ગાંધીનગરનો ફાયર ઓફિસર મહેશ ફાયર પ્લાન મંજૂર કરાવવા 5 લાખની લાંચ લેતા ઝડપાયો
રાજ્યમાં સરકારી કર્મચારીઓ અવાર નવાર અરજદારોના કામ કરવા માટે લાંચની રકમની માગણી કરતા હોય તેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. એન્ટી કરપ્શન બ્યુરોના અધિકારીઓ સરકારી અધિકારીઓ લાંચ લેતા ઝડપી પાડયા હોવાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે. ત્યારે ગાંધીનગરના રિજનલ ફાયર ઓફિસરને પાંચ લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપી પાડયો હતો. એન્ટીકરપ્શન બ્યુરોની તપાસમાં સામે આવ્યું હતું કે, આ પ્રકરણમાં અધિકારીના સાળાની ભૂમિકા પણ બહાર આવી હતી.
રિપોર્ટ અનુસાર ગાંધીનગર મહાનગરપાલિકાના ફાયર ઓફિસર મહેશ મોડ દ્વારા ફાયર પ્લાન મંજૂર કરાવવા માટે અરજદાર પાસેથી 5 લાખની માગણી કરી હતી. અરજદાર દ્વારા સમગ્ર મામલે એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ કરવામાં આવી હતી. આ ફરિયાદના આધારે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા છટકું ગોઠવવામાં આવ્યુ હતું. આ છટકા દરમિયાન ગાંધીનગરના ફાયર ઓફિસર મહેશ મોઢ 5 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાઇ ગયા હતા.
ફાયર ઓફિસરની ધરપકડ બાદ પોલીસ દ્વારા તેમની મેરેથોન પૂછપરછ શરૂ કરવામાં આવી છે. મહત્ત્વની વાત છે કે, ગાંધીનગરના ફાયર ઓફિસર મહેશ મોડ દ્વારા ખૂબ સારી કામગીરી કરવામાં આવી હોવાના કારણે તેમને રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો. વર્ષ 1997થી 2002 દરમિયાન જ્યારે મહેશ મોડ સુરતમાં ફરજ બજાવતા હતા તેમને આ એવોર્ડ મળ્યો હતો અને ત્યારબાદ તેમની નિમણૂક ગાંધીનગરના ફાયર ઓફિસર તરીકે કરવામાં આવી હતી. આ ઉપરાંત ભૂજમાં ધરતીકંપ સમયે અક્ષરધામ હુમલા દરમિયાન પણ ફાયર અધિકારી મહેશ મોડની ખુબ સારી કામગીરી સામે આવી હતી. 26 જાન્યુઆરી 2013ના રોજ રાષ્ટ્રપતિ ચંદ્રક આપવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા સુરતના ફાયર ઓફિસર પણ NOC બાબતે 30 હજારની લાંચ લેતાં ઝડપાયા હતા અને ફાયર ઓફિસરનું નામ બેચરસિંહ સોલંકી હોવાનું સામે આવ્યું છે. હવે સુરતના ફાયર ઓફિસરની ધરપકડ બાદ ગાંધીનગરમાં ફાયર ઓફિસર મહેશ મોડ 5 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયાતા અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે. મહત્ત્વની વાત છે કે, સરકાર ગુજરાતમાં ભરષ્ટાચાર ન હોવાની વાત કરે છે પણ અવાર નવાર સરકારી અધિકારીઓ લોકોના કામ કરવા માટે લાંચની માગણી કરતાં હોવાના કિસ્સાઓ સામે આવે છે. અરજદારને નાનામાં નાનું કામ કરાવવું હોય છે છતા પણ તેને અધિકારીને લાંચ આપવી પડે છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..