કોરોનામાં કાળજું કંપાવતી કહાની, અમદાવાદથી સગર્ભા સ્ત્રી બે બાળકો સાથે 196 કિ.મી. ચાલીને ડુંગરપુર પહોંચી
કોરોનાને પગલે લોકડાઉન અમલી બનતાં એક સગર્ભા મહિલા પોતાના પતિ અને બે બાળકો સાથે પગપાળા ૧૯૬ કી.મી.નું અંતર કાપીને અમદાવાદથી ડુંગરપુર પહોંચી હતી. આ મહિલા જ્યારે ત્યાં પહોંચી ત્યારે તેની હાલતને ધ્યાનમાં લઈને સ્થાનિક જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તેને તબીબી સહાય આપીને તેમજ ખાવા- પીવાની વ્યવસ્થા કરી હતી અને આ મહિલાને રતલામ પહોંચવા માટે એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
આમ, આ પરિવાર ૬ દિવસ પછી પોતાના ઘેર પહોંચ્યો હતો. લોકડઉનને કારણે બેકાર બનેલા હજારો શ્રમિકોએ અમદાવાદ, સુરત અને રાજકોચ સહિત વિવિધ શહેરોમાંથી પોતાના વતનની વાટ પકડી છે. કેટલાંક શ્રમિક માટે સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા કરાઈ છે તો કેટલાંક શ્રમિક વધુ ભાડાં ખર્ચીને ખાનગી કે લોડીંગ વાહનોમાં વતન જઈ રહ્યા છે. વતનની વાટ પકડનાર ઘણાં ગરીબ અને લાચાર શ્રમિકો પાસે પૈસા નથી અને પૈસાના અભાવે તેમને સેંકડો કિલોમીટર ચાલતા જવાનો વારો આવ્યો છે.
ગામડે જઈ રહેલા શ્રમિકોમાં એક સગર્ભા મહિલા હતી કે જેણે ૧ વર્ષના પુત્ર, ૨ વર્ષની દીકરી અને પોતાના પતિ સાથે ગત સોમવારે અમદાવાદથી પગપાળા રતલા જવા રવાના થઈ હતી. રસ્તામાં દરેક જિલ્લા વહીવટીતંત્રની નજર તેના પર પડી હશે પરંતુ કોઈએ તેને કોઈ પ્રકારે દરકાર લીધી નહોતી. બુધવારે આ પરિવાર ડુંગરપુર ચેકપોસ્ટ પર પહોંચ્યો ત્યારે ત્યાં ફરજ બજાવતા કર્મચારીઓએ સૌપ્રથમ સગર્ભા મહિલાને ખાવા- પીવાનું આપ્યું અને આરામ કરવાની વ્યવસ્થા કરી આપી હતી અને ત્યારપછી મેડિકલ ટીમને બોલાવીને મહિલાના સ્વાસ્થ્યની તપાસ કરાવડાવી હતી.
ડુંગરપુરના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટને આ અંગે જાણકારી મળી ત્યારે તેમણે આ પરિવાર માટે જરૂરી તમામ ડોક્યુમેન્ટ તૈયાર કરાવ્યા હતા અને આ પરિવારને તેમના વતન પહોંચાડવા સૂચના આપી હતી. અધિકારીઓએ, મેડિકલ ઈમરજન્સીને આધારે આંતરજિલ્લા પાસ અંગેના દસ્તાવેજો તૈયાર કરાવીને સ્થાનિક હોસ્પિટલની એમ્બ્યુલન્સ મારફતે આ પરિવારને રતલામ નજીક પોતાના ગામડે પહોચાડયો હતો. આમ, સગર્ભા મહિલાએ ૬ દિવસના પ્રવાસ પછી પરિવાર સાથે ગામડે પહોંચીને રાહતનો દમ લીધો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..