વડોદરામાં 6 માસના ગર્ભ સાથે મહિલા 108 એમ્બ્યુલન્સમાં ફરજ બજાવે છે, કહ્યું: ‘રાષ્ટ્ર સેવક દેશ સેવામાં નહીં જોડાય તો કોણ જોડાશે’
વડોદરાની મહિલા ગર્ભવતી હોવા છતાં કોરોના વાઈરસની મહામારી વચ્ચે નિષ્ઠાપૂર્વક 108 એમ્બ્યુલન્સમાં EMT તરીકે ફરજ બજાવી રહી છે. મહિલા ધારાબેન ઠાકરે જણાવ્યું હતું કે, હું મારા આવનારા બાળકને સ્વસ્થ ભારતની ભેટ આપવા માંગુ છું.
સરકારે ગર્ભવતી મહિલાઓ મારે રજાની જોગવાઇ કરી છે, છતાં રાષ્ટ્ર રક્ષા કરે છે
વડોદરા નજીક આવેલા ઉંડેરા ગામમાં રહેતા ધારાબેન ઠાકર છેલ્લા 11 વર્ષથી 108 એમ્બ્યુલન્સ સેવામાં EMT( ઇમરજન્સી મેડિકલ ટેક્નિશિયન) તરીકે ફરજ બજાવે છે. ગર્ભવતી મહિલાઓ માટે કોરોના વાઈરસ લાલબત્તી સમાન છે. ગર્ભવતી મહિલાઓ માટે સરકાર દ્વારા વિશેષ રજાની જોગવાઇ છે. તેમ છતાં ધારાબેન ઠાકર 6 માસના ગર્ભ સાથે રાષ્ટ્ર રક્ષક તરીકેની ફરજ બજાવી રહી છે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો
દરેક રાષ્ટ્ર સેવક ડરના કારણે દેશ સેવામાં નહીં જોડાય તો કોણ જોડાશે
ધારાબેન ઠાકરે જણાવ્યું હતું કે, કોરોના વાઈરસમાં હોસ્પિટલમાં ફરજ બજાવી રહેલ અનેક ડોક્ટર્સ, નર્સ સ્ટાફ તેમજ કર્મચારીઓ કોરોના વાઈરસનો ભોગ બન્યા છે. મને પણ કોરોના વાઈરસનો ડર લાગે તે સ્વાભાવિક છે. પરંતુ જો દરેક રાષ્ટ્ર સેવક ડરના કારણે હાલની સ્થિતિમાં દેશની સેવામાં નહીં જોડાય તો કોણ જોડાશે. હા હું ગર્ભવતી છું. મને મારા આવનારા બાળકની પણ ચિંતા થાય તે સ્વાભાવિક છે. પરંતુ, હું મારા આવનારા બાળકને સ્વસ્થ ભારતની ભેટ આપવા માંગુ છું. અને તેના કારણે જ હું કોરોના વાઈરસના કપરા સમયમાં નોકરી કરી રહી છું.
મને વિશ્વાસ છે કે, કોરોના સામેના જંગમાં જરૂરથી વિજય મેળવીશું
EMT તરીકે સેવા આપતા ધારાબેન ઠાકરે વધુમાં જણાવ્યું હતું કે, હું ગર્ભવતી હોવાથી મને પણ નિયમ પ્રમાણે રજા મળી શકે છે. પરંતુ હું રજા લઇને ઘરે બેસવા માંગતી નથી. મને એ પણ ખબર છે. આવનાર મારું પ્રથમ બાળક છે. પરંતુ, મારી ફરજ દરમિયાન મને અને મારા આવનાર બાળકની પુરતી કાળજી લઇને કામ કરું છું. મને વિશ્વાસ છે કે, આપણે કોરોના વાઈરસ સામેના જંગમાં જરૂરથી વિજય મેળવીશું. અને સ્વસ્થ રાષ્ટ્ર બનાવીશું. અંતમાં કહ્યું કે, મન મેં હૈ વિશ્વાસ..પુરા હૈ વિશ્વાસ…હમ હોંગે કામિયાબ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..