નાનપણથી હતું હેલિકોપ્ટરમાં ઉડવાનું સપનું, 9મું ધોરણ પાસ મેકેનિકે ગેરેજમાં જુગાડથી બનાવી દીધું 2 સીટર ચોપર; 40 લાખ રૂપિયા કર્યા ખર્ચ
મહારાષ્ટ્રના સાંગલીમાં રહેતા ટ્રેકટર મેકેનિક પ્રદીપ શિવજી મોહિતે નાનપણથી જ હેલિકોપ્ટરમાં ઉડવાનું સપનું જોયું હતું. પરંતુ આર્થિક સ્થિતિ વચ્ચે આવતી હતી. એક દિવસ તેને 3 Idiots ફિલ્મ જોયું, જેમાં આમિર ખાનના પાત્રની અસર પ્રદીપ પર જોવા મળી અને તેને દ્રઢ નિશ્ચય કર્યો કે માત્ર હેલિકોપ્ટરમાં ઉડવું જ નથી પણ તેનો માલિક પણ બનવું છે. પછી શું હતું, ગેરેજમાં જ જુગાડ કરી તેને હેલિકોપ્ટર બનાવ્યું. પરંતુ તેના માટે તેને પોતાની તમામ બચત, ત્યાં સુધી કે જમીન પણ વેંચી નાંખી. હેલિકોપ્ટર બનાવવા માટે પ્રદીપે લગભગ 40 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો.
પ્રદીપે આ રીતે શરૂ કરી સપનાંની ઉડાણ
– 2013માં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) દ્વારા પ્રદીપને ‘ધ્રુવ એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યો હતો. અહીંથી તેના સપનાંની ઉડાણને પાંખ મળી હતી.
– 9માં ધોરણ સુધી અભ્યાસ કરનાર પ્રદીપે જણાવ્યું કે, પહેલાં હું કાગળના હેલિકોપ્ટર બનાવીને ઉડાવતો હતો, પછી તેની જગ્યા રમકડાંએ લઈ લીધી.
– ધીમે ધીમે જૂની ગાડીઓનો સામાન અને જુગાડથી હેલિકોપ્ટર બનાવવાનું વિચાર્યું અને પરિણામ તમારી સામે છે.
– પ્રદીપે બાઈક અને જીપમાં ઉપયોગ થતી વસ્તુઓની મદદથી ઘરમાં જ ટૂ સીટર ચોપર બનાવ્યું છે. જે લગભગ દોઢ કલાક સુધી ઉડી શકે છે.
– ઓટોમોબાઈલ બ્રેક કેબલ દ્વારા કંટ્રોલ્ડ રોટર્સને પાવર આપવા માટે પ્રદીપે મારૂતિ 800ના એન્જિનનો ઉપયોગ કર્યો છે.
– એન્જિનને સ્ટાર્ટ કરવા માટે તેને ટ્રેકટરની બેટરીને ઈન્સ્ટોલ કરી છે. પ્રદીપ હવે ફાઈટર હેલિકોપ્ટર બનાવવાની તૈયારીમાં છે.
જુગાડથી બનાવેલાં હેલિકોપ્ટરને જોવા લાગે છે ભીડ
– પ્રદીપની આ સફળતાને નજીકથી જોવા માટે દૂર દૂરથી લોકો તેના ઘર ભણી દોટ મૂકે છે.
– તેના જણાવ્યા મુજબ હેલિકોપ્ટર બનાવનારી અનેક કંપનીના લોકો તેની મુલાકાત કરી ચુક્યાં છે. તેઓ જાણવા માંગતા હતા કે આટલી ઓછી કિંમતમાં પ્રદીપે આ કઈ રીતે શક્ય બનાવ્યું.
મોદી સરકારથી આશા
– પ્રદીપના જણાવ્યા મુજબ હાલ તો તે કોઈ કંપની સાથે ડીલ નથી કરવા માંગતો. તે ઈચ્છે છે કે નરેન્દ્ર મોદી સરકાર અને મહારાષ્ટ્ર સરકાર તેની મદદ કરે, કે જેથી તે પોતાના લોકો માટે આટલી જ ઓછી કિંમતમાં ચોપર બનાવી શકે.
– જો કે તેઓ તે વાતથી નિરાશ પણ છે કે અનેક વખત સરકારનો સંપર્ક કર્યાં છતાં તેને ગવર્નમેન્ટ તરફથી કોઈજ જવાબ નથી મળ્યો.
પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો.