UGVCL સબસ્ટેશનથી વીજ પૂરવઠો બંધ કરાયો ગામડાઓમાં વીજકાપ, રાત્રિ દરમિયાન અંધારપટ્ટથી સ્થાનિકો પરેશાન

ઉત્તર ગુજરાતના ગામડાઓમાં કોલસાની અછતના કારણે વીજ કાપ મૂકવાની ચર્ચા વચ્ચે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની આસપાસના ગામડાઓમાં વીજકાપ મૂકાતા સ્થાનિકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ઉત્તર ગુજરાત વીજ કંપની પ્રાઈવેટ લિમિટેડ (UGVCL) દ્વારા સબસ્ટેશનથી વીજ પૂરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે. રાત્રિ દરમિયાન વીજકાપ ઝીંકાતા સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

હિંમતનગરની આસપાસના ખેડ, ધનપુરા, અરજણપુરા, શેરડીટીંબા, રાયસિંહપુર, ખેડ કંપામાં વીજ કાપ મૂકાવાના કારણે અંધારપટ્ટ છવાયો છે.

સમગ્ર ગુજરાત પર તોળાતું વીજ સંકટ
કોંગ્રેસના પ્રવક્તાએ જણાવ્યું કે, દેશભરમાં કોલસાની અછતના કારણે વીજળીના ઉત્પાદનમાં ઘટાડો થયો છે. કોલસાની અછતના કારણે કોલસા આધારિત વીજ મથકો બંધ થવાના કારણે 3 હજાર મેગાવૉટ વીજળીની અછત ઉભી થઈ છે. જેના કારણે માત્ર ઉત્તર ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર રાજ્યમાં વીજ સંકટ ઉભુ થાય તેવી સ્થિતિ સર્જાઈ છે.

કોલસાની અછતનાં શું કારણો છે
નિષ્ણાતો આમ થવા પાછળ બે કારણ ગણાવી રહ્યાં છે. પહેલું એ કે કોવિડ મહામારીને કારણે લોકડાઉન લગાવવામાં આવ્યું હતું અને જેને લીધે આર્થિક ગતિવિધિઓ બંધ હતી તથા જ્યારે લોકડાઉન હળવું કરાયું તો આ ગતિવિધિઓ એકદમથી વધી ગઈ. કંપનીઓએ પોતાનું પ્રોડક્શન વધારી દીધું, જેને લીધે કોલસામાં ઘટાડો થઈ ગયો. મોટું કારણ એ પણ છે કે કોલસાની કિંમત ખૂબ ઓછી છે, જ્યારે બહારથી જે કોલસા મગાવવામાં આવે છે એની કિંમત વધુ હોય છે. એ કારણોથી ખરીદનારા આયાત કરેલા કોલસા ખરીદતા નથી.

બીજું કારણ એ છે કે ચોમાસાની ઋતુમાં કોલસાથી ઉત્પન્ન થતી વીજળીનો વપરાશ અચાનક વધ્યો હતો, જેને કારણે દેશમાં થર્મલ પાવર પ્લાન્ટમાં કોલસાની અછત સર્જાઈ હતી. જોકે ચોમાસાની શરૂઆત પહેલાં થર્મલ પાવર પ્લાન્ટમાં કોલસાનો પૂરતો સ્ટોક જમા થયો નથી. કોરોના સંક્રમણમાં ઘટાડો થયા બાદ અર્થતંત્રમાં સુધારો થતાં વીજળીની માગ વધી હોવાનું જાણવા મળી રહ્યું છે. દરમિયાન સપ્ટેમ્બર મહિના દરમિયાન ભારે વરસાદને કારણે કોલસાની ખાણોમાંથી ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો.

પાવર પ્લાન્ટોમાં કેટલો સ્ટોક બચ્યો છે?
કેન્દ્રીય ઊર્જા મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટામાંથી માત્ર 33 ટકા જ કોલસો બાકી છે. મંત્રાલયના આંકડા મુજબ દેશના કુલ 135 થર્મલ પાવર પ્લાન્ટમાંથી લગભગ 72 પ્લાન્ટમાં માત્ર ત્રણ દિવસ વીજ ઉત્પાદન થાય તેટલો સ્ટોક વધ્યો છે. બીજી તરફ 4 થર્મલ પ્લાન્ટમાં 10 દિવસ અને લગભગ 13 થર્મલ પાવર પ્લાન્ટમાં 10 દિવસથી વધુ વીજળી ઉત્પાદન થાય એટલો કોલસો બાકી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો