જૂનાગઢના માળીયા હાટીના પીખોર ગામના મંદિરમાં દલિતો વિરુદ્ધ પોસ્ટર લાગ્યા, પોલીસ કાફલો ઘટના સ્થળે
વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં પણ લોકો નાત જાતના ભેદભાવોમાં માનતા હોય તેવા કિસ્સા ગુજરાતમાં અવાર નવાર સામે આવે છે. કોઈ ગામડામાં અનુસૂચિત જાતિના લોકોનો વરઘોડો અટકાવવામાં આવ્યો હોય તેવી ઘટનાઓ પણ સામે આવે છે. તો અનુસૂચિત જાતિના કોઈ વ્યક્તિએ મુછ રાખી હોવાના કારણે લોકોએ આ વ્યક્તિને માર માર્યો હોવાની ઘટનાઓ પણ સામે આવે છે. કેટલી જગ્યા ઉપર અનુસુચિત જાતિના લોકોને ગામની દુકાનમાંથી માલ સામાન કે, પછી મંદિરની અંદર પ્રવેશ ન કરવા દેવામાં આવતો હોવાની ઘટનાઓ પણ સામે આવે છે. ત્યારે આવી જ એક ઘટના જૂનાગઢના માળીયાહાટીના ગામમાં સામે આવી છે કે, જ્યાં દલિત લોકોએ મંદિરની અંદર પ્રવેશ ન કરવો તેવા લખાણવાળા બેનરો ગામમાં લાગ્યા છે.
રિપોર્ટ અનુસાર રાજ્યની સરકાર સમાનતાના દવા કરે છે પરંતુ રાજ્યમાં અવાર નવાર નાતજાતના ભેદભાવના કારણે દલિતો પર શોષણ અને અત્યાચાર થતું હોવાના કિસ્સા સામે આવે છે. ત્યારે જૂનાગઢ જિલ્લામાં આવેલા માળીયાહાટીના ગામની અંદર કાળભૈરવ દાદાના મંદિરમાં દલિત લોકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવતા લખાણવાળા પોસ્ટર લગાવવામાં આવતા વિવાદ થયો છે. આ પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે, જાહેર સૂચના આ મંદિરની અંદર અને મંદિરના પટાંગણમાં તારીખ 12-01-2020થી હરિજન અને મેઘવાળ સમાજના લોકોએ આવવું નહીં જેની ખાસ નોંધ લેવી હુકમ પીખોર ગ્રામ પંચાયત.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીનાના પીખોર ગામમાં આવેલા મંદિરમાં દલિતો વિરુદ્ધ પોસ્ટર લાગ્યા હતા. ગામના કાલ ભૈરવ મંદિરમાં દલિતોના પ્રવેશ પર પ્રતિબંધના પોસ્ટર લગાવવામાં આવતા દલિત સમાજના લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.
આ બાબતની જાણ થતાં DySp સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જે બાદ પોલીસની હાજરીમાં દલિતોએ મંદિરમાં પ્રવેશ કર્યો હતો. DySpની હાજરીમાં જ દલિતોએ મંદિરમાં દર્શન કર્યા હતા.
દલિત સમાજના આગેવાનોએ આ વિવાદને ઉગ્ર સ્વરૂપ ના આપવા માટે અપીલ કરી છે. હાલ તો પોલીસે પોસ્ટર લગાડનારા તત્વોની શોધખોળ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..