અત્યાર સુધી તમે મરચાની, ફુદીનાની, ટમેટાની આંબલીની ચટણી ખાધી હશે હવે બનાવો દાડમની ચટપટી ચટણી, ખાનારા ખાતા જ રહી જશે

અત્યાર સુધી તમે મરચાની, ફુદીનાની, ટમેટાની આંબલીની કે પછી ફુદીના મરચાની ચટણી ખાધી હશે આજે આપણે ખુબજ સ્વાદિષ્ટ દાડમની ચટપટી ચટણી બનાવતા શીખીશુ. આ ચટણી તમે પરોઠા, સેન્ડવીચ, ભાખરી રોટલી સાથે ખાઇ શકો છો.

દાડમની ચટણી બનાવવાની સામગ્રી:

  • સુકાયેલા દાડમના દાણા -2 વાટકી,
  • 1 ડૂંગળી સમારેલી,
  • લીલા મરચાં-2-3 નંગ,
  • કોથમીર –એક વાટકી,
  • ફૂદીનો-1 વાટકી,
  • ધાણાજીરું,
  • લીંબુનો રસ,
  • ચાટ મસાલો,
  • ગોળ- મીઠું સ્વાદ મુજબ

દાડમની ચટણી બનાવવાની રીત:

સૌપ્રથમ દાડમના દાણાને સરસ રીતે ધોઈ નાખો. હવે મિક્સરમાં દાડમના દાણા, કોથમીર, ફૂદીનો, ડૂંગળી, લીલા મરચાં, લીંબુનોરસ, ધાણાજીરું, ગોળ,મીઠું અને ચાટ મસાલો નાખી થોડું પાણી નાંખી મિક્સરમાં ફેરવી લો. ત્યારબાદ એક પેનમાં ઘીથી વધાર કરો વઘારમાં તમે ચપટી રાઈ અને લીંમડો નાખી ચટણી પર રેડી દો. આવું કરવાથી ચટણીનો સ્વાદ વધી જશે. તો તૈયાર છે દાડમની ચટણી..

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો