રાજસ્થાન પોલીસનો ધૃણાસ્પદ ચહેરો સામે આવ્યો: કોઈ પણ વાંક વગર આદિવાસી મહિલાને બળજબરી પોલીસ સ્ટેશનમાં લાવી આખી રાત રાખી, પછી કર્યુ ગંદુ કામ

લેક સિટીના નામથી પ્રખ્યાત ઉદયપુરમાં રાજસ્થાન પોલીસનો ધૃણાસ્પદ ચહેરો સામે આવ્યો છે. જે બાદ આખા પોલીસબેડામાં ચારોતરફ ફજેતી થઈ રહી છે. ઉદયપુરમાં પોલીસ તંત્રએ એક પરિણિત મહિલાને કોઈ પણ પ્રકારના કારણ વગર પોતાની વર્દીનો પાવર બતાવ્યો. એક એએસઆઈ અને કોન્સ્ટેબલે એક આદિવાસી પરિણિત મહિલા અને તેના માતા-પિતાને બળજબરીપૂર્વક આખી રાત ચોકીમાં રાખી અને પછી મહિલાનો રેપ કરવાનો પ્રયાસ પણ કર્યો. એટલું જ નહીં તેની પાસે જમવાનું બનાવડાવ્યું અને વાસણો પણ ધોવડાવ્યા.

પ્રાપ્ત જાણકારી મુજબ, બંને પોલીસવાળાની ક્રૂરતા આટલે જ ન અટકી, મહિલાને પોતાની કારમાં બે દિવસ સુદી ગુજરાતમાં પણ ફેરવી. એ પછી તેની સાથે મારપીટ કરી અને ગુજરાતમાં જ મૂકીને ભાગી આવ્યા. આ મામલે વિવાદ વધ્યા બાદ ગામના લોકોએ એસપીને વિનંતી કરી. જે બાદ પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી. ફરિયાદ બાદ કોન્સ્ટેબને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. તો એએસઆઈ અને પોલીસ સ્ટેશન અધિકારીને હાજર કરવામાં આવ્યા છે.

પાનરવા પોલીસ સ્ટેશનની ડૈયા ચોકીમાં તૈનાત એએસઆઈ રાજકુમાર અને કોન્સ્ટેબલ જિતેન્દ્રકુમાર પાંચ વર્ષ જૂના એક યુવતીના લાપત્તા કેસની તપાસ કરી રહ્યા હતા. આ મામલે તેઓેને આ મહિલા પર શંકા હતી. તો બંને પોલીસકર્મી મહિલા અને તેના માતા-પિતાને ગાડીમાં બેસાડીને ગુજરાતના વિસનગર લઈને આવ્યા.

મહિલાએ ફરિયાદમાં જણાવ્યું કે, મહિલા પોલીસકર્મી ન હોવા છતા પણ તેને પોલીસ સ્ટેશનમાં રહેવા માટે દબાણ કરવામાં આવ્યું. સાંજનું જમવાનું બનાવ્યા બાદ કોન્સ્ટેબલ જિતેન્દ્ર સિંહે તેને પોતાના રૂમમાં સૂવા માટે મજબૂર કરી અને પછી તેના કપડા ફાડીને દુષ્કર્મનો પ્રયાસ કર્યો. પીડિતાએ આગળ જણાવ્યું કે, કોન્સ્ટેબે બીજા દિવસે કોન્સ્ટેબલે ડૈયા ચોકી પર જમવાનું બનાવડાવ્યું અને કચરા પોતુ પણ કરાવ્યું.

મહિલાએ ગ્રામજનોને જણાવી પોલીસની કરતૂત
મહિલાએ ગયા શુક્રવારે ગામના લોકોને પોલીસના અસલી ચહેરાની કરતૂત જણાવી. જે બાદ પંચોએ એએસઆઈ રાજકુમાર અને કોન્સ્ટેબલ જિતેન્દ્રનો સંપર્ક કર્યો, પરંતુ તેઓ ફરાર હતા. એ પછી રવિવારે બપોરે ઝાડોલ ધારાસભ્ય બાબુલાલ ખરાડીના નેતૃત્વમાં પીડિતા સહિત લગભગ સાત ડઝન લોકો પાનરવા પોલીસ સ્ટેશન પહોંચ્યા અને પોલીસ સ્ટેશન અધિકારી સહિત એએસઆઈ અને કોન્સ્ટેબલ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે કહ્યું.

મહત્વનું છે કે, આ મામલે પોલીસે દરેક પ્રકારના નિયમોના ધજાગરા ઉડાડ્યા. કોઈ પણ કારણો વગર મહિલાને ઘરેથી ઉઠાવી લાવ્યા અને તેની સાથે ન કરવા જેવું કૃત્ય કર્યુ. આ મામલે ઉદયપુર એસપી મનોજ ચૌધરીનું કહેવું છે કે, ધારાસભ્ય અને પીડિતાની ફરિયાદ બાદ આરોપી કોન્સ્ટેબલ જિતેન્દ્રને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. તો પોલીસ સ્ટેશન અધિકારી નાથૂ સિંહ અને એએસઆઈ રાજુકમારને હાજર કરવામાં આવ્યા છે. આ મામલે ડીએસપી સ્તરે તપાસ ચાલી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો