ગુજરાતમાં પહેલી જ વાર એક સાથે આખા સ્ટાફની બદલીથી પોલીસ બેડામાં સોપો, હાઈકોર્ટની લાલ આંખને પગલે નિર્ણય લેવાયાની ચર્ચા
સુરત કાપડ માર્કેટમાં છેતરપિંડીના બનાવો વધી જવા સાથે વિવિધ વેપારી સંગઠનોની ફરિયાદને પગલે પોલીસ કમિશનર અજયકુમાર તોમરે સલાબતપુરા પોલીસ મથકના પીઆઇ, 11 પીએસઆઇ અને 104 પોલીસ કર્મીઓની એકસાથે બદલી કરી દેતા ખળભળાટ મચ્યો છે. પહેલીવાર એક પોલીસ મથકમાં ટોપ ટુ બોટમ એમ આખા સ્ટાફની બદલીની ઘટના બનવા પામી છે, પોલીસ બેડામાં એવી પણ ચર્ચા છે કે, હાઈકોર્ટે યુવકોને માર મારવાના કેસમાં દંડ ફટકાર્યો તેની આ અસર છે.
હુકમ કરતા પોલીસ બેડામાં સોપો પડી ગયો
સુરત શહેર પોલીસ કમિશનરે રવિવારે સાંજે સલાબતપુરા પોલીસ મથકના આખા સ્ટાફની બદલીનો હુકમ કરતા પોલીસ બેડામાં સોપો પડી ગયો છે. બે વર્ષથી સલાબતપુરા પોલીસ મથકનો ચાર્જ સંભાળતા પીઆઇ એમ.વી.કીકાણી, 11 પીએસઆઇ તથા એએસઆઇ, પોકો, હેકો અને એલઆર મળી 104 પોલીસ કર્મીઓની એકસાથે બદલી કરી દીધી હતી. ટોપ ટુ બોટમ આ બદલીને લઇ ડિપાર્ટમેન્ટમાં તરેહતરેહની ચર્ચાએ વેગ પકડયો હતો.
સલાબતપુરાના 4 પોલીસ કર્મીને 25 હજારનો દંડ ફટકાર્યો
ખુદ પોલીસ બેડામાં જ ચર્ચા છે કે, સલાબતપુરા પોલીસે સાત યુવકને ઢોર માર માર્યો હતો, જે મામલે હાઈકોર્ટમાં ફરિયાદ થઈ હતી. કોર્ટમાં માત્ર એક પ્રતિવાદીને ત્રણ વાર મહેતલ અપાઈ છતાં જવાબ રજૂ કર્યો ન હતો, જેને પગલે કોર્ટે પોલીસ કમિશનર અને સલાબતપુરાના 4 પોલીસ કર્મીને 25 હજારનો દંડ ફટકાર્યો હતો. જેને પગલે આ તવાઈ આવી હોવાની પોલીસ બેડામાં જ ચર્ચા છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..