અમદાવાદમાં એસેન્સિયલ સર્વિસ લખેલા વાહનમાં થાય છે પશુઓની હેરફેર, શાહપુરમાંથી પોલીસે ગેરકાયદે કતલખાનું ઝડપી પાડયું
શહેરમાં લોકડાઉન હળવું થયા બાદ ફરી ગેરકાયદે કતલખાના ધમધમવા લાગ્યા છે. કાલે શાહપુર વિસ્તારમાં મોટા પ્રમાણમાં ગેરકાયદે કતલખાના ચાલતા હોવાની પોલીસને બાતમી મળતા પોલીસે રેડ કરી હતી. ત્યાર બાદ પોલીસે 75 જેટલા પાડા, 5 કતલ થયેલા અન્ય પશુ મળી આવ્યા હતા. કોરોના વોરિયર્સ અને એસેન્સિયલના સ્ટિકર વાળા પશુ અને માંસની હેરાફેરી કરતા આઈશર, ટાટા ટેમ્પો સહિત 5 વાહનો મળી મોટા પાયે ચાલતા કતલખાનાને પકડવામાં સફળતા મળી હતી. તેમજ 5 શખ્સોની પણ ધરપકડ કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
મિર્ઝાપુરમાં રાણી રુકમતિ મસ્જિદની બાજુમાં ગેરકાયદે કતલખાનું ચાલતું હોવાની બાતમી મળી હતી
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર આવતીકાલે ઇદ હોવાથી મિર્ઝાપુરમાં રાણી રુકમતિ મસ્જિદની બાજુમાં ગેરકાયદે ખૂબ મોટું કતલખાનું ચાલી રહ્યું હોવા અંગે પોલીસને બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે શાહપુરમાં રેડ કરતા કેટલાક શખ્સો ગૌવંશની કતલ કરવા માટે પશુઓ ભેગા કર્યાં હતા. ત્યાર બાદ પોલીસે તમામ અબોલ જીવને બચાવી લીધા હતા.
આરોપીઓએ જે વાહનનો ઉપયોગ કર્યો તેના પર એસેન્સિયલ સર્વિસ લખ્યું હતું
આ અંગે ઝોન 2 DCP ધર્મેન્દ્ર શર્માએ જણાવ્યું હતું કે અમને બાતમી મળતાં અમે રેડ કરી હતી. આ મામલે અમે 5 શખ્સની ધરપકડ કરી છે. માત્ર એટલું જ નહીં, આરોપીઓએ અબોલ પશુની કતલ માટે જે વાહનનો ઉપયોગ કર્યો હતો તેના પર એસેન્સિયલ સર્વિસ લખીને તેનો ઉપયોગ પણ કર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..