ચોરીની ફરિયાદ નોંધાવવા ગયેલા વીજકંપનીના કર્મીને પોલીસે હેલમેટનો દંડ ફટકાર્યો તો વીજકર્મીએ પોલીસ સ્ટેશનનું કનેક્શન કટ કરી નાખ્યું
રાજસ્થાનના જોધપુર જિલ્લાના પીપાડ ગામમાં સરકારના બે જુદા જુદા ડિપાર્ટમેન્ટનો અહમના ટકરાવનો કિસ્સો સામે આવ્યો છે. વીજળી Distribution Companies (discom)નો એક કર્મચારી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગયો તો પોલીસે તેને જ દંડની રસીદ ફટકારી દીધી.
આ વાતથી ધુંધવાયેલા DISCOMના અધિકારીઓએ પોલીસ સ્ટેશન સહીત 7 પોલીસ કર્વાટરના વીજ કનેકશન કાપી નાંખ્યા. બનેં ડિપાર્મટેન્ટના ઉચ્ચ અધિકારીઓની બેઠક પછી મામલો થાળે પડયો હતો.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
આ ઘટનાની વાત આગળ કરીએ તે પહેલાં તમને DISCOM વિશે સમજાવીએ. 5 નવેમ્બર 2015ના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બનેલી Ujwal DISCOM Assurance Yojana પહેલાં આ યોજનાને ઉર્જા મંત્રાલયે મંજૂરી આપી હતી. જેનો આશય દેશની વીજ વિતરણ કંપનીઓની નાણાંકીય સ્થિતિ સુધારવા, પુર્નજિવિત કરવાનો અને સમસ્યાઓનો કાયમી ઉકેલ સુનિશ્ચિત કરવાનો છે. તો હવે મૂળ ઘટનાની વાત કરીએ.
જોધપુર જિલ્લાના પીપાડ પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફોર્મર ચોરીની ફરિયાદ નોંધાવવા ગયેલા DISCOMના કર્મચારીને પોલીસે રસીદ ફાડી દીધી હતી. કર્મચારીએ માહિતી આપતા DISCOMના અધિકારીઓ ઘૂંઆપૂંઆ થઇ ગયા હતા અને પીપાડ પોલીસ સ્ટેશનમાં તપાસ શરૂ કરવામાં આવી હતી.
આ દરમ્યાન પોલીસ સ્ટેશન સહીત તેના પરિસરમાં બનેલા 7 કવાર્ટર્સમાં વીજ ચોરી મળી આવી હતી. સાથે જ લાંબા સમયથી વીજળીનું બીલ પણ ભરવામાં નહોતું આવ્યું. બસ પછી તો જોવાનું જ શું હતું. પોલીસ સ્ટેશન અને કવાર્ટસના વીજ કનેકશન કટ કરી દેવામાં આવ્યા હતા.
જેવા વીજ કનેકશન કટ કરવામાં આવ્યા તેવો હડકંપ મચી ગયો અને પોલીસ અધિકારીઓ દોડતા થઇ ગયા હતા. એ પછી પોલીસ વિભાગના અધિકારીઓ અને DISCOMના અધિકારીઓ વચ્ચે બેઠક મળી અને અઢી કલાકની લાંબી ચર્ચા પછી ફરી વીજ કનેકશન યથાવત કરવામાં આવ્યા હતા.
જાણવા મળેલી માહિતી મુજબ એક સ્થળેથી ટ્રાન્સફોર્મરની ચોરી થઇ હતી જેની ફરિયાદ કરવા માટે DISCOMનો એક કર્મચારી રવિવારે પોલીસ સ્ટેશન ગયો હતો. પોલીસ સ્ટેશનમાં ઉભેલા એક જવાન સાથે કોઇક બાબતે વિવાદ ઉભો થયો હતો.
વાત વધી જતા પોલીસ જવાને કર્મચારીને હેલ્મેટ નહીં પહેરવાનું જણાવી દંડની રસીદ ફાડી દીધી હતી. એ પછી DISCOMના અધિકારીઓએ પોલીસ સ્ટેશનમાં તપાસ કરી તો ગેરકાયદે કનેકશન પણ મળી આવ્યા હતા. અહમનો ટકરાવ અઢી કલાક ચાલ્યો હતો પછી સમાધાન થઇ ગયું હતુ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..