તમે નીચી જાતિના છો એટલે મારા યોગ સેન્ટરમાં હું એડમિશન આપતો નથીઃ બીરજુ
અમદાવાદમાં બીરજુ સામે પોલીસ સ્ટેશનમાં યુવકે એટ્રોસીટીની ફરિયાદ નોંધાવી છે. આ યુવકે બીરજુની સામે આરોપ લગાવ્યો છે કે, યોગ સેન્ટરમાં તેને નીતિ જાતિનો હોવાના કારણે એડમિશન આપવામાં આવ્યું ન હતું અને યોગ સેન્ટર દ્વારા તેને ઓનલાઈન ભરેલી પરત આપવામાં આવતી ન હતી અને બીરજુએ તેને જાતિ વિષયક અપશબ્દો બોલીને યોગકેન્દ્રમાંથી કાઢી મૂકતા યુવકને ડૉક્ટરની સારવાર લેવી પડી હતી. તેથી આ યુવકે અંતે પોલીસ સ્ટેશનમાં બીરજુ સામે ફરિયાદ નોંધાવી છે.
રિપોર્ટ અનુસાર અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતા એક યુવકે તે માનસિક તણાવ અનુભવતો હોવાના કારણે તેને યોગ થેરાપી લેવાનું નક્કી કર્યું હતું. તેને સોશિયલ મીડિયાના માધ્યમથી યોગગુરુ બિરજુ મહારાજ તરીકે જાણીતા બીરજુનો સંપર્ક થયો હતો અને ત્યારબાદ તેને બિરજુ સાથે ફોનમાં વાતચીત કરી હતી.
બિરજુ સાથે વાતચીત કર્યા બાદ 30 ડિસેમ્બરના રોજ બપોરે 12 વાગ્યે આ યુવક તેના બે મિત્રો સાથે અમદાવાદના શીલજ વિસ્તારમાં બિરજુના થેરાપી સેન્ટર પર પહોંચ્યો હતો. 30 ડિસેમ્બરના રોજ જ્યારે યુવક બીરજુને મળવા ગયો ત્યારે તેને પહેલા ઓનલાઈન ફી ભરવાનું કહ્યું ત્યારબાદ આ યુવકે 1500 રૂપિયાની ઓનલાઈન ફી ભરી. પછી બીજા દિવસે ફરીથી તે બિરજુને મળવા ગયો હતો. ત્યારે 31 ડિસેમ્બરના રોજ બિરજુ યોગ સેન્ટરના ગેટની પાસે ગાડી લઈને ઊભો હતો. ત્યારે આ યુવકે બીરજુને ઓનલાઇન ફી ભરેલી રસીદ બનાવી ત્યારબાદ બીરજુે યુવક પાસેથી આધારકાર્ડ માગ્યું અને આધારકાર્ડ પરથી યુવકની સરનેમ જોઈને બિરજુએ યુવકને પૂછ્યું કે તમે કઈ જ્ઞાતિના છો ત્યારે યુવકે જવાબ આપ્યો કે, અમે અનુસૂચિત જાતિમાંથી આવીએ છીએ.
બિરજુએ અનુસૂચિત જાતિ શબ્દ સાંભળતા જ યુવકને કહી દીધું કે તમે નીચી જાતિના માણસો છો એટલે મારા યોગ સેન્ટરમાં હું તમને એડમિશન આપતો નથી. ત્યારબાદ બિરજુ પાસેથી યુવકે ઓનલાઈન ભરેલા પૈસા પરત માગ્યા ત્યારે તેમને ગુસ્સે થઈ કહ્યું કે, હું ફી પરત આપીશ નહીં અને જો ફરી આવ્યા તો જાનથી મારી નાખીશ. આ ઉપરાંત યુવકને કેટલાક જાતિ વિષયક અપશબ્દો પણ કહ્યા હતા.
બીરજુએ યુવકને અપમાનિત કરી ઘરની બહાર કાઢી મૂકયો હોવાના કારણે તેને આઘાત લાગ્યો અને ત્યારબાદ તેનું બીપી લો થઈ ગયું હતું તેથી તેને ડૉક્ટર પાસે સારવાર લેવી પડી હતી અને ડૉકટરની સારવાર લીધા બાદ આ યુવકે બિરજુની સામે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે યુવકની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..