શું લોકડાઉન ફરી વધશે? PM મોદી 27મીએ ફરી એકવાર તમામ મુખ્યમંત્રીઓ સાથે કરશે ચર્ચા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરોના સંકટ વચ્ચે ફરી એકવાર દેશના તમામ મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરશે. 27મી એપ્રિલે તેઓ મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફન્સિંગ દ્વારા વાતચીત કરશે. આ બેઠકમાં તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના મુખ્યમંત્રીઓ શામેલ થશે. જેને લઈને અત્યારથી જ અનેક પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે.

ગત વખતે 14મી એપ્રિલે મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં તમામ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. ત્યાર બાદ લોકડાઉન વધારવામાં આવ્યું હતું અને તેની સમયમર્યાદા 3 મે સુધીની કરી દેવામાં આવી હતી. જેથી હવે ફરી એવા સવાલ ઉભા થઈ રહ્યાં છે કે, શું આગામીએ બેઠકનો મુખ્ય મુદ્દો લોકડાઉનની મર્યાદા વધારવાને લઈને જ હશે?

રમજાન મહિનાને લઈને ટેંશન

મુસ્લિમોના પવિત્ર રમજાનનો મહિનો 24 મેના રોજ સમાપ્ત થશે. આ સ્થિતિમાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે તહેવારના ઉત્સાહમાં મુસ્લિમો બજારમાં આવશે, એક બીજા સાથે મેળ-મિલાપ કરશે અને ઇફ્તાર પાર્ટી જેવી ભીડ ભર્યું આયોજન કરશે. મૌલાના આઝાદ રાષ્ટ્રીય ઉર્દૂ યુનિવર્સિટીના ચાન્સેલર ફિરોઝ બખ્ત અહમદે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને તેમને આ આશંકા અંગે માહિતગાર કર્યા છે અને ફરીથી લોકડાઉન સમયમર્યાદા વધારવાનું કહ્યું છે.

અહમદે વડાપ્રધાનને વિનંતી કરી કે લોકડાઉનને પવિત્ર રમઝાન મહિનાના અંત સુધી લંબાવી દેવા જોઈએ. તેમણે પત્રમાં એમ પણ કહ્યું હતું કે જો 3 મે પછી લોકડાઉન ખોલવામાં આવે તો ઘણા લોકો ખરીદી અને પૂજા માટે એકત્રિત થઈ શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો