લીડર અપ્રૂવલ રેટિંગમાં PM મોદી ફરી દુનિયાના સૌથી લોકપ્રિય નેતા બન્યા, બાઈડન અને જોનસનને પણ પાછળ છોડ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર વિશ્વના સૌથી લોકપ્રિય નેતા તરીકે ચૂંટાયા છે. ગ્લોબલ લીડર એપ્રુવલ ટ્રેકર મોર્નિંગ કન્સલ્ટ દ્વારા જાહેર કરવામાં આવેલ લીડર્સની યાદીમાં PM મોદીને 77 ટકા એપ્રુવલ રેટિંગ મળ્યું છે. આ રેટિંગ સાથે તેઓ પ્રથમ સ્થાને છે. મોર્નિંગ કન્સલ્ટન્ટ દ્વારા ડેટા જાહેર કરવાની સાથે એવું કહેવામાં આવ્યું હતું કે PM મોદી 13 દેશોમાં સૌથી વધુ એપ્રુવલ રેટિંગ ધરાવે છે, જે દર્શાવે છે કે તેઓ કેટલા લોકપ્રિય નેતા છે.

અન્ય નેતાઓ કયા ક્રમાંકે રહ્યા?
PM મોદી પછી આ યાદીમાં મેક્સિકોના મેનુઅલ લોપેઝ બીજા ક્રમે છે, જેમને 63 ટકા રેટિંગ મળ્યું છે. ઈટાલીની મારિયા દ્રાધી 54 ટકાના રેટિંગ સાથે યાદીમાં ત્રીજા સ્થાને છે. જાપાનના ફુમિયો કિશિદાને 42 ટકા રેટિંગ મળ્યું છે. આમાં એક ખાસ વાત એ છે કે PM મોદીની ડિસઅપ્રૂવલ રેટિંગ પણ સૌથી ઓછું 17 ટકા છે. સંસ્થા અનુસાર, 2020થી 2022 સુધીના મોટાભાગના મહિનાઓમાં PM મોદી સૌથી લોકપ્રિય નેતા રહ્યા છે.

લીડર દેશ રેટિંગ (%માં)

નરેન્દ્ર મોદી ભારત 77%
એન્ડ્રેસ મેનુઅલ લોપેઝ મેક્સિકો 63%
મારિયા દ્રાઘી ઈટલી 54%
ઓલાફ સ્કોલ્ઝ જર્મની 45%
ફુમિયો કિશિદા જાપાન 42%
જસ્ટિન ટ્રુડો કેનેડા 42%
ઈમેનુઅલ મૈંક્રો ફ્રાન્સ 41%
સ્કોટ મોરિસન ઓસ્ટ્રેલિયા 41%
ઝેયર બોલ્સનારો બ્રાઝીલ 39%
બોરિસ જોનસન બ્રિટન 33%

પીએમ મોદીએ બાઈડન અને જોનસનને પણ પાછળ છોડ્યા
PM મોદીએ આ યાદીમાં યુએસ પ્રમુખ જો બાઈડન, યુકેના PM બોરિસ જોનસન અને કેનેડાના PM જસ્ટિન ટ્રુડોને પણ પાછળ છોડી દીધા છે. યાદીમાં જો બાઈડનને 42 ટકા, ટ્રુડોને 41 ટકા રેટિંગ મળ્યું છે. બીજી તરફ જોનસન આ યાદીમાં સૌથી નીચે છે. તેમને 33 ટકા રેટિંગ મળ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો