કોરોના વાયરસના ક્રિટિકલ દર્દીને બચાવવા ગુજરાત કરવા જઈ રહ્યું છે આ મોટો પ્રયોગ, જો સફળ રહ્યું તો મોટા પ્રમાણમાં લોકોને બચાવી શકાશે
ગુજરાતની યશકલગીમાં વધુ એક પીંછુ ઉમેરાયુ છે. ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ દ્વારા કોરોના વાયરસની જીનોમ સિકવન્સ શોધી કાઢવામાં આવી છે જેને કારણે હવે કોરોનીની વેક્સિન અને દવા બનાવવામાં સરળતા રહેશે. આજે ગુજરાત કોરોનાના દર્દીઓને બચાવવાની દિશામાં એક મોટું પગલું ભરવા જઈ રહી છે. ગુજરાતમાં કોરોનાગ્રસ્ત દર્દીઓના પ્લાઝમા ટ્રાન્સમ્યુસનો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. જેનાથી કોરોનાના ક્રિટિકલ દર્દીને બચાવવા કારગર નીવડશે. આ પ્રયોગ જો સફળ રહ્યો તો આગામી સમયમાં કોરોના પોઝિટીવ દર્દીઓને આપણે બચાવી શકીશું. હાલ કોરોનામાંથી સાજા થયેલા લોકોના પ્લાઝમા લેવાશે અને તે પ્લાઝમાને વેન્ટીલેટર પરના દર્દીના પ્લાઝમા સાથે ટ્રાન્સમ્યુસ કરાશે. તેના માટે અમદાવાદમાં 2 પ્લાઝમા ડોનર તૈયાર થયા છે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો
આ વિશે જણાવીએ તો, અમદાવાદમાં 2 પ્લાઝમા ડોનર તૈયાર થયા છે. જેના થકી આપણે આગામી સમયમાં ગુજરાતમાં પ્લાઝ્મા ટ્રાન્સમ્યુસનનો પ્રયોગ કરાશે. કોરોના પોઝિટિવમાંથી સાજા થયેલા લોકોના પ્લાઝમા લેવાશે અને તેને વેન્ટિલેટર ઉપર જે દર્દીઓની હાલત ક્રિટિકલ છે, તેના શરીરમાં પ્લાઝ્મા ટ્રાન્સમ્યુસ કરાશે. સાજા થયેલા લોકોમાં કોરોનાને હરાવવા માટેના પ્લાઝ્મા હોય છે. જેથી હાલ અમદાવાદમાં 2 પ્લાઝ્મા ડોનર તૈયાર કરવામાં આવ્યા છે. હવે બસ મંજૂરી મળતા જ તાત્કાલિક પ્રયોગ કરવામાં આવશે.
આ પણ વાંચજો – ગુજરાતમાં સૌ પ્રથમ વખત કોરોનાને માત આપનારી અમદાવાદી યુવતીએ કર્યું બ્લડ ડોનેટ, હવે દર્દીઓની પ્લાઝમા થેરાપી વડે થશે સારવાર
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસની વેક્સિન બનાવવા વિશ્વના દેશોને પણ ગુજરાત પર નિર્ભર રહેવું પડે તેવું કામ કર્યું છે. રાજ્યમાં પહેલા રાજકોટમાં વેન્ટિલેટરના ઉત્પાદન બાદ PPE સુટ અને હવે ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ દ્વારા એક મહત્વની શોધ કરવામાં આવી છે. ગુજરાતના વૈજ્ઞાનિકોને વિશ્વમાં સૌથી મોટી ઉપલબ્ધિ મળી હતી.
ગુજરાતના વૈજ્ઞાનિકોએ કોરોનાના જીનોમ સંરચનાની શોધ કરી લીધી છે. ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટરની ઉપલબ્ધિથી કોરોનાની સંરચનાના આધારે દવા, રસી બનાવવા મદદ મળશે. આ સિવાય કોરોનાની ઉત્પતિ કઈ રીતે થઈ તેની પણ માહિતી મળશે. ગુજરાત સરકારની ગુજરાત બાયો ટેક્નોલોજી રિસર્ચ સેન્ટરે કોરોનાનું વંશસૂત્ર શોધી લીધું છે અને તેનું જીનોમ સીકન્સ શોધી લેવાયું છે. તેના કારણે કોરોનાથી પીડિત આખી દુનિયાને આશીર્વાદરૂપ બનશે. CMOના ટ્વિટર પેજ પર આની માહિતી આપી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..