સ્પેનમાં પરિસ્થિતિ વકરીઃ હોસ્પિટલો કોરોનાના દર્દીઓથી ઊભરાતા પથારીઓ ખૂટી પડી, દર્દીઓ જમીન પર સૂવા મજબૂર
કોરોના વાયરસથી યુરોપની સ્થિતિ બદથી બદતર થઈ રહી છે. ઈટાલીમાં તો 5,500થી વધુ લોકો કોરોના વાયરસનો ભોગ બન્યા છે. હવે સ્પેનમાં પણ આ વાયરસે ભયંકર પરિસ્થિતિ સર્જી રહ્યા છે. સ્પેનની એક હોસ્પિટલના દ્રશ્યો જે જોવા મળ્યા છે તે જોઈને ભલભલાનું હ્રદય હચમચી જશે. જેમાં કોરોના વાયરસના દર્દીઓ ભોંયતળીયે સૂઈ ગયા છે અને મેડિકલ સ્ટાફ તેમની તપાસ ક્યારે કરે તેની રાહ જોઈ રહ્યા છે.
હોસ્પિટલના વિડીયો ફૂટેજમાં જોવા મળે છે કે નીચે સૂઈ ગયેલા કેટલાક દર્દીઓને ખાંસી થઈ ગઈ છે તો ઘણા લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. ડેઈલી મેલના અહેવાલ પ્રમાણે આ ફૂટેજ સ્પેનની રાજધાની મેડ્રિડની ઈફન્ટા લીઓનોર હોસ્પિટલ અને સિવિરો ઓચાઓ ડી લેગાનેસ હોસ્પિટલના હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
@felakethabercisi İtalya da bir hastaneden çwkilen görüntüler 😔 ##coronavirus ##corona
સ્પેનમાં 2000થી વધારે લોકોના મોત નીપજ્યા છે. સ્પેનમાં જેટલા લોકોના મૃત્યુ કોરોના વાયરસથી થયા છે તેમાંથી 58 ટકા મોત મેડ્રિડમાં નોંધાયા છે. હવે સ્પેન કોરોના વાયરસનું યુરોપનું નવું એપિસેન્ટર બની જાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
સ્થાનિક ન્યૂઝ પેપર અલ મુન્ડોના જણાવ્યા પ્રમાણે સિવિરો ઓચાઓ ડી લેગાનેસ હોસ્પિટલે હવે નવા દર્દીઓ લેવાની ના પાડી દીધી છે કેમ કે હોસ્પિટલમાં નવા દર્દીઓ લેવાની કોઈ જગ્યા જ નથી.
અખબારના અહેવાલ પ્રમાણે જનરલ યુનિયન ઓફ વર્કર્સના જેવિયર ગાર્સિયાએ કહ્યું છે કે હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં તેની ક્ષમતા કરતા ત્રણ ગણા દર્દીઓ છે. લોકોને પથારી મળી રહી નથી અને કેટલાક લોકો 30 કલાકથી વધુ સમયથી પ્લાસ્ટિકની ખુરશીમાં બેઠા છે. ગાર્સિયાએ જણાવ્યું હતું કે મેં આજે સવારે એક વ્યક્તિને જોયો જે બે બેઠકની વચ્ચે હતો. મારા માટે આ ઘણું ભયાનક છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..