ભારતમાં પેટ્રોલ બોમ્બ ફૂટશે, પેટ્રોલના ભાવમાં સીધો રૂ.100નો થશે વધારો? જાણો કયારથી સંભાવના
ક્રૂડ ઓઈલ અને નેચરલ ગેસની મોંઘવારીથી રાહત મળવાની કોઈ આશા નથી. તેલની રમતમાં સાઉદી અરેબિયા ક્રૂડ તેલના વિશ્વના સૌથી મોટા ઉત્પાદક તરીકે રશિયા સાથે ઊભું છે. સાઉદી અરેબિયાએ રવિવારે પણ રશિયા સાથે OPEC+ સમજૂતી માટે તેની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરી. ઉલ્લેખનીય છે કે વિશ્વમાં ક્રૂડના બીજા સૌથી મોટા ઉત્પાદક રશિયા દ્વારા યૂક્રેન પર હુમલા બાદ ક્રૂડની કિંમત પણ બેરલ દીઠ 100 ડોલરના મનોવૈજ્ઞાનિક સપાટીને પાર કરી ગઈ છે. ભારતમાં તેલ કંપનીઓની ખોટ પણ વધી રહી છે. પેટ્રોલ પંપ પર તેલના ભાવની વાત કરીએ તો અહીં પેટ્રોલ અને ડીઝલ પર કંપનીઓ લગભગ 10 રૂપિયા અંડર રિકવરીમાં ચાલી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે 10 માર્ચે ચૂંટણીના પરિણામો બાદ પેટ્રોલ બોમ્બ ફૂટશે.
ફ્રાન્સીસ રાષ્ટ્રપતિ સાથે વાતચીતમાં ટિપ્પણી કરી
સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને ગઈકાલે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે ટિપ્પણી કરી કે તેઓ OPEC+ દેશો સાથે ઉભા છે. દરમિયાન સમાચાર આવ્યા કે OPEC+ સભ્ય દેશોની આગામી બુધવારે બેઠક મળી રહી છે. આમાં ક્રૂડનું ઉત્પાદન વધારવા પર વિચાર કરવામાં આવશે.
અમેરિકા ઉત્પાદન વધારવાની વાત કરી ચૂકયું છે
16 ફેબ્રુઆરીના રોજ રિયાધમાં એનર્જી સેકટર પર આંતરરાષ્ટ્રીય ઉર્જા એજન્સી (IEA) ની બેઠકમાં સાઉદી અરેબિયાને આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમતોને સ્થિર કરવા માટે ક્રૂડ ઓઇલનું ઉત્પાદન વધારવા જણાવ્યું હતું. આ પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને પણ સાઉદી કિંગ સલમાન બિન અબ્દુલ અઝીઝ અલ સઉદને આ મુદ્દા પર વાતચીત કરવા માટે બોલાવ્યા હતા. બંને કોલ્સ છતાંય સાઉદી અરેબિયાએ ઓર્ગેનાઈઝેશન ઓફ ધ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ (OPEC+) પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાઓને ટાંકીને તેનું ઉત્પાદન સ્તર વધારવાનો ઇનકાર કર્યો હતો.
ઓઇલ રિઝર્વના કેસમાં મજબૂત સ્થિતિ
OPEC+ જૂથ 13 સભ્ય દેશો અને રશિયાનું પ્રતિનિધિત્વ કરે છે. તેઓ વૈશ્વિક તેલ ઉત્પાદનમાં 44 ટકા હિસ્સો ધરાવે છે. તેની સાથે જ તેઓ વિશ્વના પ્રવૂન ઓઇલ રિઝર્વનો 81.5 ટકા હિસ્સો ધરાવે છે. આ જ કારણ છે કે તેલની કિંમત પર પણ જૂથનો મજબૂત પ્રભાવ છે. તે સભ્ય દેશો વચ્ચે ભાવ યુદ્ધને અટકાવે છે. અગાઉ તેમની પ્રાઇસ વોર થયું હતું પરંતુ વર્ષ 2016માં થયેલી ડીલ બાદ તેનો અંત આવી ગયો હતો.
અમેરિકા અને રશિયા પર કેવી રીતે અસર થશે?
રશિયા માટે તેલના ઊંચા ભાવનો અર્થ વધુ આવક. આનાથી રશિયન અર્થતંત્ર કોઈપણ સંભવિત પ્રતિબંધોની અસરોનો સામનો કરવામાં સક્ષમ બનશે. તેલની ઊંચી કિંમતો પણ રશિયાના વિદેશી મુદ્રા ભંડારમાં વધારો કરશે અને રૂબલને મજબૂત કરશે. તેનાથી વિપરીત મોંઘા ક્રૂડની યુએસ અર્થવ્યવસ્થા પર ભારે અસર પડશે. તેવી જ રીતે હાલના દિવસોમાં ફુગાવાનો દર પણ વધુ ઉંચો છે.
યુરોપિયન દેશોને પણ અસર થશે
રશિયા હવે યુરોપિયન દેશોને કુદરતી ગેસનો સૌથી મોટો સપ્લાયર તરીકે ઉભરી આવ્યો છે. છેલ્લા કેટલાક મહિનામાં કુદરતી ગેસના ભાવમાં થયેલા વધારાને કારણે યુરોપિયન દેશોના નાગરિકો પણ પરેશાન થઈ રહ્યા છે. ખરેખર યુરોપમાં ઘરોને ગરમ રાખવા માટે કુદરતી ગેસનો ઘણો ઉપયોગ થાય છે. જ્યારે કુદરતી ગેસના ભાવ વધશે ત્યારે લોકોના બિલ પણ વધશે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..