મહામારીના સમયમાં પણ મહેસાણાના ENT સર્જન ડૉ.નિર્ભય દેસાઇ અને તેમની ટીમ કોરોના દર્દીઓની વિનામૂલ્યે સેવા કરીને માનવતાની મહેક પ્રસરાવી રહ્યા છે
માનવતા મરી પરવારી નથી તેનું ઉદાહરણ મહેસાણાના ખાનગી ડોક્ટરો બન્યાં છે. કોરોના અને બ્લેક ફંગસના વધતા જતા કેસોના સમયમાં દર્દીને આ ડોક્ટરો ભગવાન જેવા લાગી રહ્યાં છે. શહેરોમાં એક તરફ ખાનગી ડોક્ટરો દર્દીઓને લૂંટવાનું બાકી રાખતા નથી ત્યારે આ ડોક્ટરોએ કોરોના દર્દીઓની વિનામૂલ્યે સેવા કરવાનું બીડું ઉપાડી માનવતાની મહેક પ્રસરાવી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
અત્યારના કોમર્શિયલ યુગમાં ડોક્ટર એ દર્દીની વિના મૂલ્યે સેવા કરે તે શક્ય નથી પરંતુ મહેસાણા શહેરના ડોક્ટરોએ સાબિત કરીને બતાવ્યું છે. અમદાવાદ સહિત શહેરોની ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવાર માટે લોકો પાંચ લાખ થી દસ લાખ રૂપિયા ખર્ચી રહ્યાં છે ત્યારે મહેસાણાના ડોક્ટરોએ વિનામૂલ્યે કોરોનાની સેવાઓ આપવાનું ચાલુ રાખ્યું છે.
ગુજરાતના મોટા શહેરોમાં કોરોનાની સારવાર લઇને સાજા થયેલા દર્દીઓને મ્યુકર માઇક્રોસીસ એટલે કે બ્લેક ફંગસની બિમારી લાગુ પડી છે. આ સારવાર અત્યંત મોંઘી છે. દર્દીને 50 થી 30 લાખનો ખર્ચ થઇ શકે છે. રાજસ્થાનની સરકારે બ્લેક ફંગસના દર્દીઓની વિનામૂલ્યે સારવાર કરવાનું નક્કી કર્યું છે ત્યારે ગુજરાતમાં આ રોગના દર્દીઓની જીવનમૂડી હોસ્પિટલોમાં ખતમ થઇ રહી છે.
મહેસાણાના ખાનગી ડોક્ટરોની એક ટીમ સામે આવી છે અને તેઓ બ્લેક ફંગસના દર્દીઓની વિનામૂલ્યે સારવાર કરી રહ્યાં છે.મહેસાણાના જાણીતા ઇએન્ડટી સર્જન ડો. નિર્ભય દેસાઇ અને તેમની ટીમને દર્દી તેમજ તેમના સ્નેહીજનો ભગવાનની ઉપાધિ આપી રહ્યાં છે, કારણ કે તેઓ દર્દી પાસેથી રૂપિયા લીધા વિના રોગનો ઇલાજ કરી રહ્યાં છે.
મહેસાણાની લાયન્સ હોસ્પિટલમાં મ્યુકર માઇક્રોસીસનો અલગ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. આ વોર્ડમાં દર્દીઓને વિનામૂલ્યે સારવાર આપવામાં આવે છે. દર્દીને જો ઓપરેશન કરવાની જરૂરિયાત ઉભી થાય તો તેવા દર્દીઓને 14 ખાનગી ડોક્ટરોની ટીમ વિનામૂલ્યે ઓપરેશન કરી આપે છે. આ રોગની સારવાર અત્યંત ખર્ચાળ છે કેમ કે સારવાર માટે લોકોને દાગીના અને મિલકતો વેચવી પડે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..