ઉપવાસમાં બનાવો સિંગદાણાની ફરાળી કઢી, સ્વાદ રહી જશે મોંમાં, જાણો બનાવવાની સરળ રીત
ઉપવાસના દિવસે ફરાળી જમવાનું હોય છે. તો તમે બટાકાનું શાક, કઢી, સાબુદાણાની ખીચડી અને વડા ખાઇને કંટાળી ગયા છો, તો આજે અમે તમને સિંગદાણાની ફરાળી કઢી બનાવવાના રેસિપી શીખવાડીશું. સિંગદાણાની કઢી રેગ્યુલર કઢી જેટલી જ બનાવવાની સરળ છે. પણ ટેસ્ટમાં એકદમ બેસ્ટ હોય છે.
સામગ્રી
- 2 ગ્લાસ – છાશ
- 1 કપ – સિંગદાણા
- 1 નંગ – તજ
- 3-4 નંગ – લવિંગ
- 1 નંગ – તમાલપત્ર
- 1 નંગ – સૂકુ લાલ મરચું
- 1 ચમચી – લીલાં સમારેલા મરચા
- 2 ચમચી – તેલ
- 1/2 ચમચી – જીરું
- 1 ચમચી – લાલ મરચું
- 1/2 ચમચી – ધાણાજીરૂ
- 2 ચમચી -ખાંડ
- જરૂરિયાત મુજબ – લીમડો
- જરૂરિયાત મુજબ – કોથમીર
- સ્વાદાનુસાર – મીઠું
બનાવવાની રીત
સૌ પ્રથમ પહેલા સિંગદાણાને શેકી લો અને તેના ફોતરા કાઢી લો. હવે તેને મિક્સરમાં બરાબર ક્રશ કરી લો. હવે એક તપેલીમાં છાશ લો. તેમાં સિંગદાણાનો બધો ભૂક્કો મિક્સ કરી દો. તે બાદ કઢાઈમાં તેલ ગરમ કરો. તેમાં મરચા, જીરું, તજ, લવિંગ અને તમાલપત્ર, આખું લાલ મરચું સાંતળો. હવે તેમાં સિંગદાણાવાળી છાશ ઉમેરી લો. હવે તેમાં કોથમીર, લીમડો, લાલ મરચું, હળદર, મીઠું અને ધાણાજીરું મિક્સ કરો. તે બાદ છાશને બરાબર ઉકળવા દો. પરંતુ તેને સતત હલાવતા રહો, નહિ તો સિંગદાણા નીચે ચોંટી જશે. હવે તમે તમારી મરજી મુજબ કઢીને પાતળી કે ઘટ્ટ રાખી શકો છો. તૈયાર છે તમારી સિંગદાણાની ફરાળી કઢી…
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..