ઇમરજન્સીમાં કોઇપણ હોસ્પિટલ દર્દીને સારવાર આપવાની ના પાડી શકતી નથી. દરેક દર્દીને હોસ્પિટલમાં મળે છે આ 9 અધિકાર

ઇમરજન્સીમાં કોઇપણ હોસ્પિટલ દર્દીને સારવાર આપવાની ના પાડી શકતી નથી. પછી એ હોસ્પિટલ પ્રાઇવેટ જ કેમ ન હોય. પ્રાથમિક સારવાર બાદ દર્દી પોતાની મરજી મુજબની હોસ્પિટલમાં જઇ શકે છે. ઇમરજન્સી કેસમાં પ્રાથમિક સારવારના પૈસા દર્દી પાસેથી બળજબરી પૂર્વક વસૂલ કરી શકાતા નથી.

મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પૂર્વ વાઇસ પ્રેસિડેન્ટ ડો. ભરત છપરવાલ કહે છે કે કોઇપણ દર્દીને તેને આપવામાં આવી રહેલી સારવાર પર શંકા છે તો તે ડોક્ટર પાસે સારવાર સંબંધિત સંપૂર્ણ જાણકારી લઇ શકે છે. વર્લ્ડ કન્ઝ્યૂમર રાઇટ્સ ડે(15 मार्च) નિમિત્તે અમે એક સિરિઝ ચલાવી રહ્યાં છીએ. જેમાં અમે કન્ઝ્યૂમર્સ સાથે જોડાયેલા રાઇટ્સ અંગે જાણકારી આપીશું. એક્સપર્ટ ઓપિનિયન થકી જણાવીશું કે એક કન્ઝ્યૂમર તરીકે તમને કયા-કયા અધિકાર મળે છે અને તેનો તમે કેવી રીતે ઉપયોગ કરી શકો છો.

સસ્તી સારવાર અંગે જાણવાનો અધિકાર
જો દર્દીને સારવાર મોંઘી પડી રહી છે, જેને તે એફોર્ડ નથી કરી શકતો તો તેની અલ્ટરનેટિવ ટ્રીટમેન્ટ અંગે જાણવાનો સંપૂર્ણ હક છે. હોસ્પિટલમાં ફી આપતાં જ દર્દી કન્ઝ્યૂમરની શ્રેણીમાં આવી જાય છે.

કન્ઝ્યૂમર કોર્ટમાં કરી શકે છે અપીલ
ત્યારબાદ જો હોસ્પિટલમાં કોઇ ગરબડ છે તો મેડિકલ કાઉન્સિલ સાથે જ કન્ઝ્યૂમર કોર્ટમાં પણ અપીલ કરી શકાય છે. કન્ઝ્યૂમર કોર્ટના નેશનલ કમીસનમાં 1 કરોડ અથવા તેના કરતા વધુની કમ્પનસેશન માટે દર્દી ક્લેઇમ કરી શકે છે. જો કોર્ટ ક્લેઇમને યોગ્ય ઠેરવે છે તો હોસ્પિટલે આટલી રકમ દર્દીને આપવી પડશે.

ક્યાં કરી શકો છો ફરિયાદ
– કોઇ દર્દીને સારવાર, તપાસ અથવા દવાઓને લઇને કોઇ ફરિયાદ છે તો તે સૌથી પહેલાં સંબંધિત ડોક્ટર અને હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશનને તેની ફરિયાદ કરી શકે છે. આ ઉપરાંત હોસ્પિટલના ફરિયાદ કેન્દ્રમાં પણ તમારી વાત રજૂ કરી શકો છો.

– જો ડ્રગને લઇને કોઇ ફરિયાદ છે તો લોકલ ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશનમાં તેની ફરિયાદ કરી શકો છો. જો ત્યાં પણ તમારી સમસ્યાનું સમાધાન ન થઇ શકે તો મેડિકલ કાઉન્સિલમાં ફરિયાદ કરી શકો છો. કાઉન્સિલ દર્દીને કમ્પનસેશન અથવા ડોક્ટરને સજા તો નહીં આપી શકે પરંતુ સંબંધિત ડોક્ટરનું રજિસ્ટ્રેશન જરૂર રદ થઇ શકે છે. કાઉન્સિલના રજિસ્ટ્રારને નક્કી ફોર્મેટમાં ફરિયાદ કરી શકો છો.

– આ ઉપરાંત કન્ઝ્યૂમર કોર્ટમાં પણ ફરિયાદ કરી શકાય છે. તેમાં સાદા કાગળમાં સંપૂર્ણ ફરિયાદ સાથે જ કમ્પનસેશનની માંગ કરી શકો છો. ડિસ્ટ્રિક્ટ કન્ઝ્યૂમર કોર્ટ 20 લાખ રૂપિયા સુધીનું, સ્ટેટ કન્ઝ્યૂમર કોર્ટ 1 કરોડ સુધી અને નેશનલ કમિશન 1 કરોડ કરતા વધારેનું કમ્પનસેશનનો આદેશ આપી શકે છે.
દરેક દર્દીને હોસ્પિટલમાં મળે છે આ 9 અધિકાર


લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો