પાટીદારોનો સીમાપાર પણ દબદબો , એમ. એમ. પી. પાર્ક ભવનના ઉદ્ધાટન અવસરે યુગાન્ડાના રાષ્ટ્રપતિને દેશના વિશિષ્ટ મહાનુભાવોની તસ્વીરો ભેટમાં અપાઈ
સેવા પ્રવૃતિને સીમાડા નડતા નથી તેની પ્રતિતિ પાટીદાર સમાજે વિદેશની ધરતી યુગાન્ડા ખાતે એમ . એમ . સી . પાર્ક ભવનના દબદબાભેર ઉધાટન અવસરે કરી બતાવી છે . અમરેલીના મગનભાઈ ઠુંમર દ્રારા યુગાન્ડા ખાતેના આયોજનોમાં ઉપસ્થિત યુગાન્ડાના રાષ્ટ્રપ્રમુખ શ્રી ઓવેરી કાળુટા મુસેવનીને બન્ને દેશોના લોકપ્રિય વિશિષ્ટ્ર મહાનુભાવોની તસ્વીરો ભેંટ આપીને બન્ને દેશોની મૌત્રીભાવનાનું માધ્યમ પાટીદાર સમાજ બન્યો હતો .
આ તસ્વીરોમાં મહામાનવ ગાંધીજી , નેલ્સન મંડેલા અને રાષ્ટ્રપ્રમુખ ઓવેરી કાગટા મસેવનીનો સમાવેશ થયેલ , આ અવસરે રાષ્ટ્રપ્રમુખ સાથે ખાસ શુભેચ્છા મુલાકાત પણ યોજાયેલ . આ તકે ગુજરાત પ્રદેશ ભાજપ યુવા અગ્રણી મનિષ સંઘાણી , મગનભાઈ ઠુંમર ઉપરાંત પરેશભાઈ ડોબરીયા , સંદિપભાઈ પડશાળા , જયભાઈ ઠુંમર , આકાશ ડોબરીયા સહિતના યુવા ઉદ્યોગપતિઓ અને આગેવાનો ઉપસ્થિત રહયાનું કાર્યાલયની યાદીમાં જણાવાયેલ છે.
પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.