2022માં સુરતની વરાછા બેઠક જીતવી અઘરી, સુરત સહિત સૌરાષ્ટ્રમાં વાતાવરણ ખરાબ, મતદારો ભાજપથી વિમુખ’: કુમાર કાનાણીનો ઘટસ્ફોટ
રાજય કક્ષાના આરોગ્ય્ પ્રધાન તરીકે હોદ્દો છોડનાર પાટીદાર નેતા કુમાર કાનાણીએ ઘટસ્ફોટ કર્યો હતો કે સુરત સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ભાજપ માટે વાતાવરણ ખરાબ છે. 2022માં વરાછા બેઠક જીતવી ભાજપ માટે અઘરી છે. પક્ષની સાથે સારો ઉમેદવાર હશે તો જ મેળ પડશે. લોકો વચ્ચે રહુ છું એટલે સાચી વાતની ખબર છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
ચાર વર્ષ સુધી રાજય કક્ષાના આરોગ્ય પ્રધાન રહેલા કુમાર કાનાણી નો રીપીટેશન થિયરીમાં કપાયા હતા. 2012 અને 2017માં વરાછા બેઠક પર જોરદાર ટકકર આપી જીત મેળવનાર કુમાર કાનાણીએ સંદેશ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે 2012માં વરાછા બેઠક જીતવી અધરી હતી. 2017માં પાટીદાર આંદોલનને કારણે વરાછા બેઠક જીતવી મોટો પડકાર હતો. આ વખતે આપને કારણે 2022માં વરાછા બેઠક જીતવી ખુબ અધરુ છે. ફકત સુરત જ નહી સૌરાષ્ટ્રમાં ભાજપ માટે વાતાવરણ બગડયુ છે. ફકત પક્ષને કારણે જીત મેળવવી શકય નથી. પક્ષની સાથે સારા ઉમેદવાર હશે ત્યાં જીત મેળવી શકાશે.
સ્પષ્ટ વકતા તરીકે ઓળખાતા કુમાર કાનાણીએ જણાવ્યું હતું કે ભાજપના પાયાના કાર્યકર તરીકે મારે પક્ષને સાચી વાતથી માહિતગાર કરવા જ પડે. વર્ષોથી ભાજપ સાથે જોડાએલો મતદાર આજે ભાજપથી વિમુખ થયો છે એ સત્ય હકીકત છે. આ જ કારણોસર પાલિકા ચુટણીમાં આપ જીત્યુ હતું. મતદાનના દિવસ સુધી કોઇને ખબર નહોતી કે આપ જીતી રહ્યુ છે.
‘પક્ષને ગેરમાર્ગે દોરવું યોગ્ય નથી’
વાતાવરણ ખરાબ હોય ત્યારે અમારે સાચી વાત કહેવાને બદલે ખોટી વાત કરવાની ? પક્ષને ગેરમાર્ગે દોરવું યોગ્ય નથી. મે પક્ષને સાચી સ્થિતિ જણાવી છે. સાચી વાત કહેવાથી પક્ષને આગળની રણનિતી બનાવવાની ખબર પડે. વરાછા સહિતની બેઠકો જીતવી અઘરી છે એ કહેવા પાછળનું કારણ પણ આ જ છે કે અઘરી બેઠક જીતવા માટે અત્યારથી રણનિતી બનાવવી જરુરી છે. વરાછામાં આમ આદમી પાર્ટીએ ખુબ મોટુ વર્ચસ્વ ઉભુ કર્યુ છે, તેવું તેમણે ઉમેર્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..