USમાં પાટીદાર યુવતીએ ખોલી ગુજરાતી રેસ્ટોરાં, જાણી લો એડ્રેસ અને મેનુ

વેસ્ટર્ન અમેરિકાના સ્ટેટ કેલિફોર્નિયામાં અલગ અલગ દેશોના શૅફ વચ્ચે ગુજરાતની પાટીદાર યુવતી પોતાની અલગ ઓળખ ઉભી કરવામાં સફળ રહી છે. મૂળ ગુજરાતી હિના પટેલે અલ્ટા-સીએ (કેલિફોર્નિયા)ની ફૂડ ચેઇન રેસ્ટોરાંમાં ગુજરાતી ફૂડ પીરસવાનું શરૂ કરતાં જ અહીંના લોકલ સ્થાનિકોનું ધ્યાન ખેંચાયું હતું. હિના પટેલે અમેરિકાના ફેમસ શૅફ ડેનિયલ પિટરસનનું પણ ધ્યાન ખેંચ્યું છે. હિના પિટરસનની અલ્ટા રેસ્ટોરાંમાં હવે ગુજરાતી વ્યંજનો પીરસવાની છે. આ રેસ્ટોરાં આજથી શરૂ થઇ છે. 1275 મિનેસોટા સ્ટ્રીટમાં આવેલી છે. જ્યાં હવે લંચ અને ડિનર તદ્દન ગુજરાતી સ્ટાઇલમાં પીરસવામાં આવશે. રેસ્ટોરાંના પહેલાં દિવસે લંચમાં પાંવભાજી સેન્ડવીચ અને શક્કરપારા આપવામાં આવ્યા હતા.

હિના પટેલે ‘બેશરમ’ નામની રેસ્ટોરાં ફૂડ ચેઇન શરૂ કરી છે.

યુકેથી અમેરિકા બિઝનેસ વિઝા સાથે શિફ્ટ થયા

– કુકિંગ હિના પટેલનો પહેલો પ્રેમ છે તેવું કહી શકાય છે. જો કે, કુકિંગમાં હિનાએ કરિયરની શરૂઆત લગભગ 50 વર્ષની ઉંમરે શરૂ કરી. હિનાએ કહ્યું કે, હું શાળામાં ભણતી હતી તે સમયથી જ મારી માતા અને દાદી પાસેથી અવનવી વાનગીઓ શીખી છું.
– હિના અને તેના હસબન્ડ પરેશ પટેલ યુકેથી અમેરિકા બિઝનેસ વિઝા પર આવ્યા હતા. અહીંના બિઝનેસ એરિયામાં ટકી રહેવા પરેશ પટેલે લિકર શોપ શરૂ કરી અને હિનાએ ફ્લાવર સ્ટોર શરૂ કર્યો.
– ત્યારબાદ હિનાએ લા-કોકિના ફૂડ ચેઇનમાં નસીબ અજમાવ્યું. પતિ પરેશ પટેલ સાથે મળીને તેઓએ પણ ‘રસોઇ’ નામની ફૂડ ચેઇન શરૂ કરી.
– હિનાએ કહ્યું કે, આ પ્રકારની ફૂડ ચેઇનમાં કામ કરવું અઘરું છે. કારણ કે હું ચિકન ટિક્કા મસાલા જેવી પોપ્યુલર વાનગીઓ નહોતી બનાવતી. વળી, કસ્ટમર્સની ચોઇસ પણ અલગ અલગ હોય છે.
– નસીબજોગે, મને પિટરસન સાથે કામ કરવાનો મોકો મળ્યો.
– ડેનિયલ પિટરસન સાથે મળીને હિના પટેલનો આ બીજો પ્રોજેક્ટ છે. હિનાએ કહ્યું કે, અજાણ્યા દેશમાં ગુજરાતી ફૂડ ચેઇન શરૂ કરવાનું કામ અઘરું છે. પણ ડેનિયલનું નામ મારી રેસ્ટોરાં સાથે જોડાતા કસ્ટમર મારાં ઉપર ભરોસો મુકી રહ્યા છે.

હિના પટેલે અમેરિકાના ફેમસ શૅફ ડેનિયલ પિટરસનનું પણ ધ્યાન ખેંચ્યું છે

ડેનિયલ પિટરસનને બીજો મોટો પ્રોજેક્ટ 

– હિના પટેલે ‘બેશરમ’ નામની રેસ્ટોરાં ફૂડ ચેઇન શરૂ કરી છે. પિટરસનની લા કોકિના સાથે આ બીજું જોડાણ છે.
– જો તમે પણ અમેરિકામાં રહીને અસ્સલ ગુજરાતી ફૂ઼ડની મજા માણવા ઇચ્છતા હોવ તો – સ્ટ્રીટ માર્કેટમાં આવેલી ધ ઓરિજિનલ અલ્ટા રેસ્ટોરાંમાં આજે જ પહોંચી જાવ.
– હિના પટેલનું ગુજરાતી ફૂડનું લાંબુ લચક મેન્યુ ટૂંક સમયમાં જ આવશે. આ આર્ટિકલમાં આગળ તમે હાલ ‘બેશરમ’માં શરૂઆતની ફૂડ આઇટમ્સ વિશે જાણી શકો છો.

ડેનિયલ પિટરસન સાથે મળીને હિના પટેલનો આ બીજો પ્રોજેક્ટ છે.

કેટલાં વાગ્યાથી શરૂ થશે રેસ્ટોરાં? 

– 17 મેથી આ રેસ્ટોરાંની શરૂઆત થઇ ગઇ છે.
– લંચ – મંગળવારથી શુક્રવાર. સમય – 11.00થી 2.30 વાગ્યા સુધી
– ડિનર – મંગળવારથી શનિવાર. સમય – 5.30થી 10.00 વાગ્યા સુધી
– ડ્રિંક્સ અને સ્નેક્સ મંગળવારથી શનિવાર સુધી અવેલેબલ રહેશે. સમયે – 2.30થી 5 વાગ્યા સુધી.
– સોમવારે આ રેસ્ટોરાં બંધ રહેશે

એડ્રેસ
Besharam restaurant
– 1275 Minnesota Street San Francisco, CA 94107

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો