ભંડુરીમાં બીમારી ભોગવતા પરિવારને પટેલ સમાજની સહાયે ‘હવે બસ’ કહેવડાવ્યું
માળિયા હાટીના: માળિયા તાલુકાનાં ભંડુરી ગામે છેલ્લા 20 વર્ષથી છાપા વિતરણનું કામ કરતા અને પોસ્ટ ઓફિસમાં હંગામી ધોરણે ફરજ બજાવતા કોળી નારણભાઇ રામભાઇ ગોરડને ગંભીર બિમારી લાગુ પડી. પરિવારમાં ચાર દિકરીઓ, પત્નિ અને પોતે એમ 6 સભ્યો છે સંતાનમાં પુત્ર ન હોવાથી છાપા વિતરણનું કામ હવે તેમની દિકરીઓ કરી રહી છે. ચાર પુત્રીઓમાં એક દિકરીને થેલેસેમિયાની બિમારી છે.
જેથી નારણભાઇ કંઇ કામ કરી ન શકતા હોય આખા પરિવારની જવાબદારી દિકરીઓએ ઉપાડી લીધી છે. ત્યારે પરિવારની આવી કપરી પરિસ્થિતિ જોતા જ ગામનો જ પટેલ સમાજ વ્હારે આવ્યો છે અને નારણભાઇની બિમારી માટેનો તમામ ખર્ચો ઉપાડી લેતા પરિવારમાં ખુશીની લહેર જોવા મળી છે. પટેલ સમાજ ફંડફાળો એકઠો કરી આ પરિવારની પડખે ઉભો રહ્યો હતો, આમ પટેલ સમાજનાં ટેકાથી પરિવારને દિલાસો મળતા હજુ માનવતા પરિવારી નથી એવું આ સમાજે એક દ્રષ્ટાંત ઉભુ કર્યું છે.
પટેલ સમાજે દાખલો પૂરો પડ્યો છે કે માનવતાની સરવાણીઓ હજુ સુકાઈ નથી નારણભાઇ રામભાઇ ગોરડને જેટલી મદદ જોઈતી હતી તેટલી મળી જતા તેઓ એ પણ હાથ જોડીને ” હવે કોઈ જ કશું ન આપશો ” એવી જાહેરાત કરી છે. નારણભાઇ ના સંતોષીપણા નો પણ આ દાખલો છે.\
પટેલ સમાજ હંમેશાથી આવા સેવાકીય કાર્ય કરતો આવ્યો છે અને આ એનું જીવતું જાગતું ઉદાહરણ છે. સમાજના આ સેવાકીય કાર્યને વધાવજો અને આ માહિતી વધુમાં વધુ લોકો સુધી પંહોચાડજો.