આ પટેલ કપલ મતાધિકારનો ઉપયોગ કરવા માટે છેક લંડનથી અમદાવાદ પહોંચ્યું
ગુજરાતમાં આજે લોકશાહીના પર્વની ઉજવણી થઇ રહી છે. દેશવાસીઓ પોતપોતાના મતદાન મથકમાં જઇને વોટ આપી રહ્યા છે, ત્યાં વિદેશમાં વસતા ભારતીયો પણ પાછળ નથી. મૂળ અમદાવાદ અને હાલ લંડન, યુકેમાં રહેતા નેહા અને તેમના પતિ સચિન પટેલ પણ યુકેથી મતાધિકારનો ઉપયોગ કરવા અમદાવાદ પહોંચી ગયા હતા. નેહા પટેલ 2009થી યુકેમાં રહે છે. આજે સવારે મતદાન બાદ વાત કરતા કહ્યું કે, મત આપવો દરેક નાગરિકનો અધિકાર છે. મને એ વાતનો ગર્વ છે કે, ભારતીય તરીકે મેં મારાં મતાધિકારનો ઉપયોગ કર્યો છે.
નેહા પટેલ યુકેમાં સર્જન નર્તન એકેડમીના ડાયરેક્ટર છે, તેની એક શાખા અમદાવાદમાં પણ છે. આ એકેડમીમાં કલ્ચરલ ઇન્ડિયન ડાન્સ અને ઇન્ડિયન આર્ટ્સનું એજ્યુકેશન આપવામાં આવે છે. આ ઉપરાંત નેહા પટેલે યુકેમાં અનેક ચેરિટી પ્રોગ્રામ માટે પણ કામ કર્યુ છે અને તેઓ આર્ટ કાઉન્સિલ ઓફ ઇંગ્લેન્ડના રજિસ્ટર આર્ટિસ્ટ પણ છે.
નેહાબેનની એકેડમીએ યુકે પાર્લામેન્ટ્સમાં પર્ફોર્મ કર્યુ છે અને ગત દિવાળીએ યુરોપિયન પાર્લામેન્ટમાં પર્ફોર્મ કર્યુ હતું. તેઓએ યુકેમાં ઘણી ઇવેન્ટ્સ ઓર્ગેનાઇઝ કરી છે જેમાં રંગીલુ ગુજરાતનો પણ સમાવેશ થાય છે. વિદેશમાં રહીને પણ ભારતના બહોળા કલ્ચરને પ્રદર્શિત કરવાની તક મેળવનાર નેહા પટેલ એકમાત્ર ગુજરાતી છે. તેઓએ યુકેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મન કી બાત વેલકમ ઇવેન્ટમાં પણ પર્ફોર્મ કર્યુ છે.
પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરજો..