કેનેડામાં ઓફિસ ખોલનારા આ છે પ્રથમ પટેલ Lawyer, 14 કલાકનું વર્કિંગ
કેનેડામાં સૌથી નાની ઉંમરમાં જો કોઇ ઇન્ડિયન વકીલે પોતાની ઓફિસ ખોલી હોય તો તે એક ગુજરાતી અને તેમાંય પટેલ છે. માત્ર 39 વર્ષના આ પટેલ Lawyer (વકીલ) નું નામ છે પ્રણવ પટેલ. પ્રણવ પટેલ ઇમિગ્રેશન વકીલ હોવાની સાથે સાથે વાઇસ પ્રેસિડેન્ટ ઓફ ગુજરાત પબ્લિક અફેર્સ કાઉન્સિલ ઓફ કેનેડા, એક્ટિંગ ડિરેક્ટર ઓફ ઇન્ડો-કેનેડા ચેમ્બર ઓફ કોમર્સ સહિત ઘણી પ્રોફેશનલ્સ બોડી સાથે જોડાયેલા છે.
અમદાવાદના છે આ વકીલ
પ્રણવ પટેલનો જન્મ અમદાવાદમાં થયો છે. તેઓ અમદાવાદની વિદ્યાનગર હાઇસ્કૂલમાંથી ભણ્યા છે ત્યાર બાદ વકીલાતનો અભ્યાસ કરી ગુજરાત હાઇકોર્ટમાં એક વર્ષ પ્રેક્ટીસ પણ કરી. ત્યાર બાદ કેનેડામાં યોર્ક યૂનિવર્સિટીમાંથી કાયદાનો અભ્યાસ કર્યો. અને જ્યૂરિસ ડોક્ટર (કાયદામાં સ્નાતક)ની ડિગ્રી મેળવી. અને નોટરી પણ બન્યા. પ્રણવ પટેલ કેનેડામાં સૌથી યંગેસ્ટ સાઉથ એશિયન લોયર પણ બન્યા. અને નાની ઉંમરમાં જ પ્રાઇવેટ પ્રેક્ટીસ કરી. તેઓ કેનેડામાં ઓફિસ ખોલનારા પ્રથમ પટેલ વકીલ છે. દિવ્યભાસ્ક.કોમ સાથેની વાતચીતમાં તેઓ જણાવે છે કે કંઇક કરવાની તીવ્ર ઇચ્છા હોય તો બાકીનું કામ સરળ થઇ જાય છે. તેઓ આજના વકીલોને સલાહ આપે છે કે પોતાની પ્રાઇવેટ પ્રેક્ટિસનો આગ્રાહ રાખો. અભ્યાસ પર ફોકસ કરો. હું પોતે 18 કલાક વાંચતો હતો. આજે પણ 4 કલાક જ ઉંઘ લઉું છું. મારી ઓફિસ સવારે 6 થી રાતે 10 વાગ્યા સુધી ચાલુ રહે છે. પોઝિટિવ થિંકિંગ રાખીને આગળ વધશો તો મુશ્કેલીઓ નહીં નડે.