પાટણની આ શાળાએ કરી કમાલ: પરબના વેડફાતા પાણીનો સદુપયોગ કર્યો, પાઈપલાઈન અને સેફ્ટી ટેન્ક મારફતે બગીચાઓમાં લીલોતરી પાથરી
પાટણ શહેરમાં વિશ્વ જળ દિવસે જળ એ જીવનનું અગત્યનું પરીબળ છે તેને સાર્થક કરતી પાટણ શહેરની બી ડી સાર્વજનિક હાઇસ્કૂલમાં વેસ્ટ પાણીના ટીંપે ટીપાનો ઉપયોગ થાય તે દિશામાં પ્રોજેક્ટ કાર્યરત કરવામાં આવ્યો છે. જેમાં શાળામાં પીવાના પાણીની પરબ પર 25 નળ વાટે બાળકો પાણી પીતા હોય છે. જ્યાં નળ ચાલુ-બંધ કરવામાં વેડફાતુ પાણી શોષકૂવામાં વહી જતું હોવાથી આ પાણીને પાઇપલાઇન મારફતે કૂવામાં ઉતારી મોટરથી બે બગીચા અને ઔષધિય વન સુધી પહોંચાડી ફુવારા અને ટપક પદ્ધતિથી લીલોતરી કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે દરેક શાળાઓમાં પાણીની પરબ પર વત્તા-ઓછા પ્રમાણે પાણીનો વેડફાટ થતો હોય છે. ત્યારે આ શાળાએ રોજેરોજ બે હજાર લીટર જેટલા વેસ્ટ જતા આ પાણીનો કરેલો સદઉપયોગ અન્ય સંસ્થા, શાળાઓ માટે પ્રેરણાદાયી બની રહેશે.
પાટણ શહેરની બી.ડી. સાર્વજનિક હાઇસ્કૂલમાં ધોરણ 1થી 12માં 1500 જેટલા બાળકો અભ્યાસ કરે છે. જ્યાં બાળકો માટે કુલિંગ પાણીની પરબ બનાવવામાં આવી છે અને 25 જેટલા નળ ગોઠવાયેલા છે. જ્યાં નળ વાટે બાળકો પાણી પીતાં તો તેમાં વધારાનું પાણી ચોકડી વાટે વહી જતું હતું. ઉપરાંત કેટલુંક પાણી નળ ચાલુ-બંધ કરતી વખતે પણ વેડફાતું, જેને લઇને શાળામાં કાર્યરત ઇકો ક્લબના શિક્ષક ભરતભાઇ દેસાઇએ આચાર્ય ર્ડા. બળદેવભાઇ દેસાઇ સહિત સદસ્યો સમક્ષ વેસ્ટ જતા પાણીનો બગીચામાં ઉપયોગ કરવાનો પ્રોજેક્ટ રજૂ કર્યો હતો. તેમજ સર્વ સંમતીથી આ કાર્ય શરૂ કર્યુ હતું, જેમાં અંદાજે રૂ. 12 હજારના ખર્ચમાં વેસ્ટ પાણીનો બગીચામાં ઉપયોગ કરવાની કાયમી સુવિધા કાર્યાન્વિત પણ થઇ હતી.
આ સુવિધાથી શાળા સંકુલમાં સેફ્ટી ટેન્ક બનાવી પરબમાંથી નીકળતા વધારાના પાણીનું પાઇપલાઇન મારફતે સેફ્ટી ટેન્કમાં સ્ટોરેજ કરવામાં આવ્યુ હતું. તેમજ ત્યાં કચરો નીચે બેસી ગયા પછી પાણીની મોટર વડે અને પાઇપ માફરતે બે બગીચા અને ઔષધિય વન સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરાઈ હતી. જ્યાં સ્પીંકલર લગાવી ટપક તેમજ ફુવારા પદ્ધતિથી બગીચામાં ચોમેર પાણી પ્રસરતું થયું અને બગીચામાં લીલોતરી પથરાઇ છે.
ઉનાળામાં પરબથી વધુ પ્રમાણમાં પાણી વેસ્ટ જતું હતું – આચાર્ય
આ અંગે શાળાના આચાર્ય બળદેવભાઇ સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે, ઉનાળામાં પરબથી વધુ પ્રમાણમાં પાણી વેસ્ટ જતું હતું. બીજી તરફ ઉનાળામાં ક્યારેક પાણી વગર બગીચો સુકાતો હતો. ત્યારે સંકુલમાં 8 હજાર લીટર પાણીની ક્ષમતાની ભૂગર્ભ ટાંકી બનાવવામાં આવી હતી. જ્યાં શાળા ચાલુ હોય ત્યારે પરબ મારફતે રોજ 2 હજાર લીટર જેટલું પાણી આવતું હોય છે. તે પાણીનો બગીચામાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે ચોમાસામાં ધાબા પરથી વરસાદી પાણી આ ટાંકીમાં ઉતરતા તેનો પણ વૈજ્ઞાનીક પદ્ધતિ, ટપક-ફુવારા પદ્ધતિથી બગીચા, ફુવારામાં ઉપયોગ થઇ રહ્યો છે. એટલે હવે બગીચાને હરીયાળો રાખવા અલાયદા પાણીની જરૂર રહેતી નથી. આ વ્યવસ્થા પહેલા બગીચામાં સિંચન પાછળ ત્રણથી ચાર હજાર લીટર પાણી જતું રહેતું, જે ફુવારા પદ્ધતિથી પાણીનો વપરાશ પણ હવે ઓછો થવા લાગ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..